(એજન્સી) કાલીકટ, તા.ર૪
‘માનવ સમાજના ગઠનમાં મહિલાઓની ભૂમિકા’ શીર્ષક પર ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝેક્ટિવ સ્ટડીઝના બેનર હેઠળ આયોજિત બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ કહ્યું કે કુર્આન અને હદીષમાં ઘણી જગ્યાએ મહિલાઓનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે અને તેઓને તેમનો હક અદા કરવા માટે કહેવામાં આવ્યું છે.
ન્યાય અને સમાનતાને સમાજની સફળતા માટે આવશ્યક બતાવતા અન્સારીએ જણાવ્યું કે લૈંગિક સમાનતા વગર કોઈ પણ સમાજ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. સમાજની સફળતા માટે મહિલાઓની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ છે.
આજે ૬૦ ટકા મહિલાઓ ભૂખમરાની શિકાર છે ૭૦ ટકાથી અધિક મહિલાઓ સમસ્યાઓનો સમાનો કરે છે.
મુસ્લિમ સમાજને સફળ બનાવવા આપણે એક થઈને સંઘર્ષ કરવો પડશે. કુર્આનની આયતનો હવાલો આપતા કહ્યું કે અલ્લાહ તઆલા કોઈપણ સમાજની હાલત ત્યાં સુધી નથી બદલતો જ્યાં સુધી એ સમાજ પોતે પોતાની હાલત ના બદલે(અલ-રાદ ૧૧)