![](https://gujarattoday.in/wp-content/uploads/2024/03/1-23-799x600.jpg)
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
હૈદરાબાદ પોલીસે એસ.આર. નગર એક્સ રોડ પર મુસ્લિમો વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે.
ટિ્વટર હેન્ડલ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં શરાબ પીધેલી હાલતમાં દેખાતો વ્યક્તિ, અમોઘા હોટેલ, અમીરપેટ, એસ.આર. નગર પાસે સત્યમ થિયેટરની સામે ઊભેલા સમુદાયને બૂમો પાડતો અને દુર્વ્યવહાર કરતો જોઈ શકાય છે.
મુસ્લિમો વિરુદ્ધ અપશબ્દોનો વીડિયો વ્હોટસએપ પર વાયરલ થયા બાદ હૈદરાબાદના એસ.આર. નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પીએસ એસ.આર. નગરના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મેં એક વ્હોટ્સએપ વીડિયો જોયો છે જે વાયરલ થઈ રહ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, અમોઘા હોટલ પાસે સત્યમ થિયેટરની સામે એક અજાણ્યો વ્યક્તિ રોડની વચ્ચે ઊભો હતો અને રસ્તા પરથી પસાર થનારાઓને ખૂબ જ અપશબ્દો બોલીને તુર્કા લંજા કોડાકલારા શબ્દો ઉચ્ચારતો હતો. આ અપમાનજનક શબ્દો બીજા ધર્મને નિશાન બનાવીને બે ધર્મો વચ્ચે નફરત પેદા કરે છે. મેં અમોઘા હોટેલમાં તેમના વિશે પૂછપરછ કરી અને મને ખબર પડી કે ૨૨ માર્ચના રોજ લગભગ ૧૨ઃ૦૦ કલાકે અજાણ્યા વ્યક્તિએ રસ્તાની વચ્ચે બિનજરૂરી રીતે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. તેના આ કૃત્યથી જાહેરમાં ડર અને રસ્તા પરથી પસાર થનારાઓને મુશ્કેલી ઊભી થઈ અને રસ્તામાં અવરોધ પણ સર્જાયો. તેથી હું અજાણ્યા વ્યક્તિ સામે કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરૂં છું. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.