Site icon Gujarat Today

સનાતન ધર્મ અંગે ટિપ્પણી માટે અલગ-અલગ ફરિયાદો એક સાથે ક્લબ કરવા સુપ્રીમ કોર્ટની ના

ફરિયાદોને ભેગી કરવા માટે રિટ અધિકારક્ષેત્ર હેઠળ કેવી રીતે કોર્ટનો સંપર્ક કરી શકાય ?; સુપ્રીમે ઉદયનિધિ સ્ટાલિનને પૂછ્યું

અત્રે ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના એક જૂના
સમાચાર યાદ કરીએ : ‘સુપ્રીમ કોર્ટે નૂપુર શર્મા સામેની તમામ એફઆઇઆર એક સાથે (કલબ) કરી’

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
સુપ્રીમ કોર્ટે સોમવારે તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પૂછ્યું કે તેઓ તેમની ‘‘સનાતન ધર્મ નાબૂદ કરો’’ ટિપ્પણી માટે બહુવિધ એફઆઈઆરને ક્લબ કરવાની તેમની અરજી સાથે રિટ અધિકારક્ષેત્ર હેઠળ કેવી રીતે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરી શકે છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે મંત્રીને કહ્યું કે તેઓ ઝ્રિઁઝ્રની કલમ ૪૦૬ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે જેમાં ફોજદારી કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે પરંતુ બંધારણની કલમ ૩૨ હેઠળ નહીં જે રિટ અધિકારક્ષેત્ર સાથે સંબંધિત છે. જસ્ટિસ દત્તાએ જણાવ્યું કે, ‘‘તમે જુઓ કેટલાક કિસ્સાઓમાં સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને સમન્સ જારી કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રિટ અધિકારક્ષેત્ર હેઠળ ન્યાયિક કાર્યવાહીને સ્પર્શ કરી શકાતી નથી.’’ ખંડપીઠે ઉદયનિધિ સ્ટાલિનને ‘‘કાનૂની મુદ્દાઓ’’ને ધ્યાનમાં રાખીને તેમની અરજીમાં સુધારો કરવાની અને ૬ મેથી શરૂ થતા અઠવાડિયામાં આ બાબતની સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપી હતી. વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવી તમિલનાડુના પ્રધાન તરફથી હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે ટિપ્પણી કરવા પાછળનો હેતુ ‘‘રાજકીય લડાઈ’’ કરવાનો ન હતો કારણ કે તે માત્ર ૩૦થી ૪૦ લોકોનો મેળાવડો હતો. જસ્ટિસ દત્તાએ ઉદયનિધિ સ્ટાલિને એફઆઈઆરના ક્લબિંગ માટે પત્રકારો અને રાજકીય વ્યક્તિઓને સંડોવવાના સહિતના કેસોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મીડિયાના લોકોને મંત્રીઓ સાથે સરખાવી શકાય નહીં. ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના યુવા કલ્યાણ અને રમતગમત મંત્રી, જાણીતા ફિલ્મ અભિનેતા અને મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમ કે સ્ટાલિનના પુત્ર છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં એક કોન્ફરન્સમાં બોલતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરૂદ્ધ છે અને તેને ‘‘નાબૂદ’’ કરવો જોઈએ. સનાતન ધર્મને કોરોનાવાયરસ, મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે સરખાવતા તેમણે કહ્યું કે તેનો નાશ થવો જોઈએ.

Exit mobile version