(એજન્સી) તા.૬
વફા સમાચાર એજન્સીએ એહવાલ આપ્યો હતો કે, ઈઝરાયેલી કબજા દળો દ્ધારા કડક પ્રતિબંધો હોવો છતાં, લગભગ ૨,૦૦,૦૦૦ પેલેસ્ટીનીઓએ ગઈકાલે રમઝાનની ૨૭મી રાત્રે, જેરૂસલેમની અલ અકસા મસ્જિદમાં ઈશા અને તરાવીહની નમાઝ અદા કરી હતી. ઓકટોબર ૭, ૨૦૨૩ના રોજ ગાઝા યુદ્ધની શરૂઆત પછી અલ-અકસા મસ્જિદમાં પહોંચનાર ઉપાસકોની આ સૌથી મોટી સંખ્યા છે. સોશિયલ મીડિયા પર પ્રસારિત થયેલા વીડિયોમાં હજારો ઉપાસકોએ ડોમ ઓફ ધ રોક પર એકઠા થયેલા દર્શવવામાં આવ્યા હતાં. હમાસના પ્રવક્તા નોમ ડી ગુરેનો ઉલ્લેખ કરીને તેઓ “અબુ ઓબેદા” અને “અમે આત્મા અને લોહીથી અલ-અક્સાને રિડીમ કરીશું” જેવા સૂત્રોચાર કરતા સંભળાય છે. આ પવિત્ર મહિનાની શરઆત પછી, પ્રથમ વખત પોલીસે ડ્રોન દ્ધારા ફલેશ પોઈન્ટ સાઈટ પર શંકાસ્પદ ઉશ્કેરણી કરનારાઓ પર ટીયર ગેસ છોડ્યા હતા. અગાઉ, ૧,૨૦,૦૦૦ પેલેસ્ટીનીઓએ અલ અકસા મસ્જિદના કમ્પાઉન્ડમાં રમઝાનના છેલ્લા શુક્રવારની નમાઝ અદા કરી હતી. ઈઝરાયેલ દ્ધારા કબજે કરાયેલી પોલીસે જેરૂસલેમમાં તેમના દળોમાં વધારો કર્યો હતો, ઓલ્ડ સિટિ અને અલ અકસા મસ્જિદની આસપાસ ૩,૬૦૦ અધિકારીઓને તૈનાત કર્યા હતાં. ઓકટોબર ૭, ૨૦૨૩ના રોજ ઈઝરાયેલ અને પેલેસ્ટીની ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી, દળોએ અલ અકસામાં પ્રવાશવા પર પ્રતિબંધો લગાવ્યા હતા. ઈઝરાયેલી દળોએ ઓલ્ડ સિટિના પ્રવેશદ્વારો અને અલ અકસા મસ્જિદના બહારના દરવાજાઓ પર અવરોધો મૂક્યા હતા, જ્યાં ફક્ત વૃદ્ધ વ્યક્તિઓને જ પસાર થવા દે છે. આ વર્ષે, રમઝાન માસ દરમિયાન, ઈઝરાયેલી સત્તાવાળાઓએ અલ અકસા મસ્જિદમાં આવતા લોકો પર વધુ પ્રતિબંધ લગાવ્યા હતા.