Tasveer Today

તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

ઇદુલ ફિત્રનો તહેવાર દુનિયાભરમાં ઉજવાઈ ગયો… અરબ રાષ્ટ્રો તેમજ અન્ય ઘણા મુસ્લિમ રાષ્ટ્રોમાં આ તહેવારની ઉજવણી ૧ અઠવાડિયા સુધી પણ ચાલે છે… દુનિયાએ તો આનંદ-ઉલ્લાસમાં ઇદ મનાવી પરંતુ ગાઝાવાસીઓએ પણ પોતાના પર તૂટેલા દુઃખોના પહાડ વચ્ચે બહુ જ મોટું મન રાખીને ઇદ કેવા જુસ્સાથી ઉજવી એ જોઈને બિરદાવ્યા વગર રહેવાય તેમ નથી. રમઝાન માસમાં પણ સતત ઇઝરાયેલી હુમલાઓ વચ્ચે જીવી રહેલા પેલેસ્ટીનીઓ ૩૫ હજાર જેટલા પોતાના સ્વજનોના જીવ ખોયા હોવા છતાં અને ૭૫ હજારથી વધુ ઇજાગ્રસ્ત હોવા છતાં શક્ય તેટલી હિંમત સાથે ઇદ ઉજવી હતી. પ્રથમ તસવીર દક્ષિણ ગાઝામાં રફાહમાં ઈઝરાયેલના હુમલામાં નષ્ટ થયેલી એક બિલ્ડીંગ પાસે પેલેસ્ટીનના લોકો ઈદના અવસરે વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. બીજી તસવીર દક્ષિણ ગાઝામાં રફાહમાં ઈઝરાયેલના હુમલા વચ્ચે હજારો પેલેસ્ટીની લોકો અહીં તંબુ અને કેમ્પમાં રહે છે. ત્યાં યુવાન વેપારીઓ ઈદના અવસરે મીઠાઈઓ વેચી રહ્યા છે.

ગાઝાના લોકોએ પોતાની ધ્વસ્ત ઇમારતોની વચ્ચે ઉચ્ચ ભાવનામાં ઇદની ઉજવણી કરી છે, ઝાયોનિસ્ટ શાસન તેમના નિવાસોને નષ્ટ કરી શકે છે. પરંતુ સૌથી શક્તિશાળી, સૌથી દયાળુ સર્જક અલ્લાહ માટેના તેમના મજબૂત વિશ્વાસ અને પ્રેમને નષ્ટ કરી શક્યા નથી. બાળકો માટે સ્વિંગ, સ્લાઇડ્‌સ અને ક્લાઇમ્બિંગ ફ્રેમ્સ રમવા અને માણવા માટે કોઈ રમતનું મેદાન નથી, પરંતુ તેમના હૃદય ઇદના દિવસે પણ આનંદમાં હતા, તેમની ભાવનાઓ આજે પણ દેખાઈ રહી હતી અને તેઓએ જર્જરિત ઇમારતની દીવાલ પાસે ‘સ્લાઇડ’ બનાવી હતી અને મનોરંજન મેળવ્યું હતું. પેલેસ્ટીનના લોકોના હૃદય સિંહ જેવા છે અને તેઓ ઇઝરાયેલ સામે સાચા વિજેતા છે.

Related posts
Tasveer Today

ટોચની ૧૦ શ્રેષ્ઠ તસવીરોમાર્લબોરો સ્ટ્રીટમાં આગ-૧૯૭પ

અત્રે અમે એવી દસ ટોચની તસવીરો ક્રમશઃ…
Read more
Tasveer Today

ચોમાસામાં ખીલી ઊઠ્યું “જાની વાલી પીનાલા”નું સૌંદર્ય

જેમ દરેક ઋતુનું એક વિશેષ મહત્ત્વ હોય…
Read more
Tasveer Today

તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

ઇદુલ ફિત્રનો તહેવાર દુનિયાભરમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.