![](https://gujarattoday.in/wp-content/uploads/2024/04/0-32-900x600.jpg)
(એજન્સી) તા.૧૩
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે પાછલા ર૪ કલાકમાં વધુ બાવન પેલેસ્ટીની મૃત્યુ પામ્યા અને અન્ય ૯પ ઘાયલ થયા કારણ કે ઈઝરાયેલે ઘેરાયેલ ગાઝા પટ્ટી પર પોતાના હુમલા જારી રાખ્યા છે. મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઈઝરાયેલી કબજાવાળા દળોએ ગાઝા પટ્ટીમાં પરિવારોની વિરૂદ્ધ પાંચ નરસંહાર કર્યા જેમાં ર૪ કલાક દરમ્યાન પર શહીદ અને ૯પ ઘાયલ થયા. તેમાં જણાવવામાં આવ્યું છે કે, “અનેક લોકો અત્યારે પણ કાટમાળ અને રસ્તાઓ પર ફસાયેલા છે કારણ કે બચાવ કર્મચારી તેમના સુધી પહોંચવામાં અસમર્થ છે. પેલેસ્ટીની આરોગ્ય અધિકારીઓ મુજબ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના વચગાળાના નિર્ણયનું ઉલ્લંઘન કરતાં ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર પોતાનો હુમલો જારી રાખ્યો છે. જ્યાં ૭ ઓકટોબરથી ૩૩,૬૮૬ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે. જેમાં વધુ પડતી મહિલાઓ અને બાળકો છે અને ૭૬૩૦૯ ઘાયલ થયા છે. હમાસની સીમા પાર હુમલા પછીથી ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલા કર્યા છે. જેમાં તેલ અવીવનું કહેવું છે કે લગભગ ૧ર૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. સંયુકત રાષ્ટ્ર મુજબ ગાઝા પર ઈઝરાયેલી યુદ્ધે ભોજન, સ્વચ્છ પાણી અને દવાની ભારે અછતની વચ્ચે ક્ષેત્રની ૮પ ટકા વસ્તીને આંતરિક વિસ્થાપનમાં ધકેલી દીધી છે. જ્યારે એન્કલેવના ૬૦ ટકા માળખાને નુકસાન થયું છે.