Site icon Gujarat Today

ઇઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનુંશબ પરત કરવા એમ્નેસ્ટીની હાકલ

(એજન્સી) તા.૧૩
માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે ઈઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનું શબ પરત કરવા હાકલ કરી છે, જેનું ઈઝરાયેલની કસ્ટડીમાં ૭ એપ્રિલ, રવિવારના રોજ મૃત્યુ થયું હતું. ૬૨ વર્ષીય દક્કાહનું મૃત્યુ ૩૮ વર્ષ ઇઝરાયેલની જેલમાં વિતાવ્યા પછી કેન્સરના પરિણામે તેમની તબિયત બગડવાને કારણે થયું હતું. ગંભીર ન્યુમોનિયા, કિડની ફેલ્યોર અને માયલોફિબ્રોસિસ કેન્સરને કારણે માર્ચ ૨૦૨૩થી દક્કાહનું સ્વાસ્થ્ય કથળ્યું હતું, જે અસ્થિ મજ્જાને અસર કરે છે. નવેમ્બર ૨૦૨૩માં ઇઝરાયેલી સુપ્રીમ કોર્ટે તેની તબિયત બગડતી હોવા છતાં દક્કાહને મુક્ત કરવાનો ઇન્કાર કર્યો હતો અને તેના બદલે તેની મુક્તિની તારીખ ૨૦૨૫ નક્કી કરી હતી. છૈંના વરિષ્ઠ નિર્દેશક સંશોધન, હિમાયત, નીતિ અને ઝુંબેશ એરિકા ગૂવેરા-રોસાસે એક નિવેદનમાં જણાવ્યું હતું, તે હૃદયસ્પર્શી છે કે, વાલિદ દક્કાહનું ૨૦૨૨માં બોન મેરો કેન્સરનું નિદાન થયા પછી માનવતાવાદી આધાર પર તેની તાકીદની મુક્તિ માટે ઘણી બધી હાકલ હોવા છતાં ઇઝરાયેલી કસ્ટડીમાં મૃત્યુ પામ્યા છે અને હકીકત એ છે કે, તેણે તેની મૂળ સજા પૂર્ણ કરી દીધી છે. તેણીએ કહ્યું, ઇઝરાયેલી સત્તાવાળાઓએ હવે વિલંબ કર્યા વિના વાલિદ દક્કાહનો મૃતદેહ તેના પરિવારને પરત કરવો જોઈએ જેથી કરીને તેઓ તેને શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ દફનવિધિ આપી શકે અને તેમને ધાકધમકી વિના તેના મૃત્યુનો શોક મનાવવાની મંજૂરી આપી શકે. તેણીએ જણાવ્યું હતું કે, વાલિદનું મૃત્યુ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવતી પદ્ધતિસરની તબીબી બેદરકારી અને પેલેસ્ટીની કેદીઓના અધિકારોની અવગણનાનું કઠોર રિમાઇન્ડર છે. ૨૪ માર્ચે રામલા જેલ ક્લિનિકમાં દક્કાહની મુલાકાત લેનારા વકીલે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલને જણાવ્યું હતું કે, તેનું નોંધપાત્ર વજનમાં ઘટાડો અને નાજુકતા, આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘન અને અટકાયતીઓની સંભવિત યાતનાઓને પ્રકાશિત કરે છે. મારિવ અહેવાલ આપે છે કે, ઇઝરાયેલી પોલીસે સંભવિત ઉશ્કેરણીઓના ડરથી દક્કાહનું શબ સોંપવાનો ઇનકાર કર્યો છે. દક્કાહ એક લેખક, વિશ્લેષક અને વિચારક હતા. તેમણે ઘણા પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં ખાસ કરીને ધ મેલ્ટિંગ ઓફ કોન્શિયનેસ, સમાંતર સમય અને નવલકથા ધ સ્ટોરી ઓફ ધ સિક્રેટ ઓફ ઓઈલ છે, જેણે સ્થાનિક અને અરબ પુરસ્કારો જીત્યા હતા.

Exit mobile version