
ફરિયાદથી નારાજ મુસ્લિમ શિક્ષકે તેના પરિચિતો સાથે મળીને શાળાના દલિત આચાર્યનું અપમાન કર્યું અને તેમની સાથે મારપીટ કરી હતી; પીડિતની ફરિયાદના આધારે નરૈની પોલીસ સ્ટેશનમાં તમામ આરોપી વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો
(એજન્સી) તા.૧૦
બાંદા નરૈની કોતવાલી વિસ્તારના દેવનગર ગામના રહેવાસી ઉદયભાનના જણાવ્યા અનુસાર, તે ગોરપુરવા સ્થિત ઉર્દૂ માધ્યમની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કામ કરે છે, અને શહેરના કોતવાલી વિસ્તારના સેધુતલૈયામાં રહેતો મોમીન ખાન શાળામાં સહાયક શિક્ષક છે. મંગળવારે સવારે લગભગ ૮ વાગે મોમીન ખાન કમરૂદ્દીન, સમરૂદ્દીન અને ગામના અન્ય પાંચ લોકો સાથે શાળાએ પહોંચ્યો હતો. તેણે કહ્યું કે, તે જ ફરિયાદ કરી છે. હું તને નહિ છોડું. આટલું કહીને તે ખુરશી પરથી ઊભો થયો અને જાતિ આધારિત શબ્દો બોલી તેમને અપમાનિત કરવા લાગ્યો હતો. જ્યારે બધાએ તેનો વિરોધ કર્યો તો તેમને માર મારવામાં આવ્યો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો આવી ગયો હોવાથી તમામ આરોપીઓ દલિતને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. પીડિત હેડમાસ્ટરે નરૈની પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.