બનારસ હિંદુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓથી લઈને સફાઈ કામદારો સુધી હિંસા ભારતના દલિત સમુદાય માટે સતત અસર કરતી અને ઘાતક બની રહી છે
(એજન્સી) તા.૧૦
દ્ગઝ્રઇમ્ (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો)ના રેકોર્ડ અને નોંધો દ્વારા પૂરા પાડવામાં આવેલ તાજા આંકડાઓ અનુસાર ૨૦૨૦ (૫૦,૨૯૧ કેસો) કરતાં ૨૦૨૧ (૫૦,૯૦૦)માં અનુસૂચિત જાતિઓ સામેના અત્યાચારોમાં ૧.૨%નો વધારો થયો છે. નીચે દલિત વિરોધી હિંસાની તાજેતરની ત્રણ ઘટનાઓ યુપીની છે.
ટોચના પાંચ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને અન્યનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં (૧૩,૧૪૬ કેસ) અનુસૂચિત જાતિ (SC) સામે અત્યાચારના સૌથી વધુ કેસો લગભગ ૨૫.૮૨% નોંધાયા છે, જે ૨૦૨૧ દરમિયાન રાજસ્થાનમાં ૧૪.૭% (૭,૫૨૪) સાથે અને મધ્યપ્રદેશમાં ૧૪.૧% (૭,૨૧૪) સાથે બીજા ક્રમે છે ત્યારબાદ યાદીમાં બે રાજ્યોમાં બિહારનો ૧૧.૪% (૫,૮૪૨) અને ઓડિશા ૪.૫% (૨,૩૨૭)નો સમાવેશ થાય છે.
વારાણસી, ઉત્તરપ્રદેશ
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એક યુવાન દલિત વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો અને તેનું યૌન શોષણ થયું. હેટ ડિટેક્ટર્સ એક્સ પેજ મુજબ, આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મીડિયાના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીએ પોલીસના સંબંધમાં લંકા પોલીસ સ્ટેશનને લેખિત ફરિયાદ મોકલીને કાર્યવાહીની માંગ કરી છે અને કહ્યું છે કે જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તે યુનિવર્સિટી છોડી દેશે.
વારાણસી, ઉત્તર પ્રદેશ
વારાણસીમાં દલિત સમુદાયના ૪૦ વર્ષીય સ્વચ્છતા કાર્યકરનું મૃત્યુ થયું હતું. ઘુરેલાલ નામના વ્યક્તિનું ગટર સાફ કરતી વખતે હાનિકારક અને ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી મૃત્યુ થયું હતું. મૃત્યુ આદમપુરા ગામના ભૈસાપુર ઘાટ પર થયું હતું. મીડિયાના જણાવ્યા મુજબ, ગટરના પાણીના અવરોધ અંગેની ફરિયાદ પછી આ ઘટના બની હતી. આઉટલેટે અહેવાલ આપ્યો છે કે છેલ્લા ૫ વર્ષમાં, ૪૦૦ સફાઈ કામદારો ગટર વ્યવસ્થામાં કામ સંબંધિત અકસ્માતોમાં મૃત્યુ પામ્યા છે. નોકરી પર હતા ત્યારે, ઘુરેલાલ અને એક સાથીદાર સુનીલ ગટરમાં ગયા હતા, ત્યારબાદ સુનીલ ઝેરી ગેસ હોવાની વાત કરતા ખાડામાંથી બહાર આવ્યો હતો. જ્યારે મેડિકલ ટીમ આવી અને તેને ખાડામાંથી છોડાવ્યો ત્યારે પણ ઘુરેલાલ ભાનમાં આવી શક્યો ન હતો. આવી જ એક ઘટના તામિલનાડુમાં બની હતી, જ્યાં ગટરની ટાંકી સાફ કરતી વખતે બે દલિત લોકોના મોત થયા હતા.
બુલંદશહર, ઉત્તરપ્રદેશ
એક દલિત મહિલાની બકરી ખેતરમાં ભટકી જતાં તેને માર મારવામાં આવ્યો હતો. ખેતરના માલિકે તેને અપશબ્દો બોલતા લાકડી વડે માર માર્યો હતો. ઘટનાના સામે આવેલા વીડિયોમાં મહિલાને નિર્દયતાથી મારવામાં આવતી જોઈ શકાય છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
સાલેમ, તમિલનાડુ
રાજ્યમાં અનુસૂચિત જાતિના આદિ દ્રવિદર સમુદાયના સભ્યોને તહેવારો દરમિયાન ૨જી મેના રોજ મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા બાદ તમિલનાડુના સાલેમમાં હિંસા ભડકી ઉઠી હતી.
સૌથી પછાત જાતિ તરીકે નિયુક્ત કરાયેલા વાન્નિયાર સમુદાય દ્વારા દેવત્તિપટ્ટી ખાતેના મરિયમન મંદિરમાં પ્રવેશનો ઇન્કાર કરવામાં આવતાં બે જૂથો વચ્ચે પથ્થરમારા સાથે હિંસક અથડામણ થઈ હતી. જો કે તાજેતરના દિવસોમાં મોટી હિંસા ઓછી થઈ ગઈ છે પરંતુ પથ્થરમારાની છૂટાછવાયા બનાવો ચાલુ રહે છે, હિંસા વધુ ઉગ્રતા ન ધારણ કરે તે માટે આ વિસ્તારમાં નોંધપાત્ર માત્રામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ઘરેલુ ઉપયોગ માટે પણ છરી અને સિકલની ખરીદી પર નજર રાખે. સાલેમ જિલ્લામાં, આવી વસ્તુઓ વેચતી દુકાનોને ખરીદદારોના ફોન નંબર અને ઓળખ કાર્ડની વિગતો રેકોર્ડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાંસદ થોલ થિરુમાવલમની આગેવાની હેઠળ વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (ફઝ્રદ્ભ)એ ૮ મેના રોજ આ વિસ્તારમાં વિરોધ કૂચ કરવાનો નિર્ણય લીધો છે.