(એજન્સી) તા.૧૩
પોલીસે શનિવારે જણાવ્યું કે, ૧૭ વર્ષીય દલિત છોકરીનું એક મહિના પહેલાં કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેનો અશ્લીલ વીડિયો ઓનલાઈન સામે આવ્યા બાદ પોલીસે તેને બચાવી. મીડિયા સાથે વાત કરતા પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો કે, તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં પીડિતાના ઘણા અશ્લીલ વીડિયો ઓનલાઈન સામે આવ્યા બાદ પોલીસે ૯ મેના રોજ એફઆઈઆર નોંધી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ૨૨ માર્ચે ગુમ થઈ ગઈ હતી. સ્ટેશન હાઉસ ઓફિસર (જીર્ૐં) સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “બાળકીને શનિવારે એક ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી અને તેને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી હતી.” પીડિત પરિવારે રિક્ષાચાલક અજીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે હાલમાં ફરાર છે, સિંહે જણાવ્યું કે, અજીત સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ (અપહરણ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કે પીડિતાના વીડિયો અને ફોટોગ્રાફ્સ ઓનલાઈન ફરતા અને પોસ્ટ કરવામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.