Downtrodden

મહારાષ્ટ્રમાં બંધારણને ‘ખતરા’ અંગેનીઅશાંતિ વચ્ચે દલિતોએ આંબેડકરને યાદ કર્યા

(એજન્સી) તા.૧૩
મુંબઈમાં દાદર ચોપાટી પાસેની ચૈત્ય ભૂમિમાં અરબી સમુદ્રની તરફે આ અઠવાડિયાની શરૂઆતમાં ઉનાળાના આકરા દિવસે, બી.આર.આંબેડકર સ્મારકની અંદર અને બહાર મુલાકાતીઓનો સતત પ્રવાહ વધી રહ્યો છે. મુલાકાતીઓ, જેમાં, પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો, વાદળી મીણબત્તીઓ સાથે, રંગબેરંગી ફૂલો લઇને, હાથ જોડીને આંબેડકરની પ્રતિમા સમક્ષ ઘૂંટણિયે પડે છે. દરેક જણ, ભારતીય બંધારણના આર્કિટેક્ટનો આદર કરીને મીણબત્તી પ્રગટાવે છે. ચૈત્ય ભૂમિ પર ૧૯૫૬માં આંબેડકરના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મુલાકાત આંબેડકરે, લખેલા પુસ્તકોથી ભરેલા કામચલાઉ સ્ટોલ પર રોકાયા વિના અધૂરી છે. આ વર્ષે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપનાર ૧૫ વર્ષની હર્ષલા સાખરે, બંધારણની નકલ ખરીદવા આવા જ એક સ્ટોલ પર રોકાઈ હતી. મહારાષ્ટ્રમાં દલિત સમુદાયમાં લગ્ન કે જન્મદિવસ જેવા પ્રસંગોએ બંધારણની નકલ રજૂ કરવી એ એક પરંપરા બની ગઇ છે. હર્ષલા તેના માતા-પિતા સાથે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી સ્વરૂપે ચૈત્ય ભૂમિની મુલાકાત લીધી હતી. હર્ષલાના પિતા ગણેશ એક સ્વ-રોજગાર ડેકોરેટર કહે છે કે, “બંધારણ પરની વર્તમાન ચર્ચાએ આગામી પેઢીમાં વધુ ઉત્સુકતા અને જાગૃતિ પેદા કરી છે. તેઓ તેના કાયદા વાંચવા અને જાણવા માંગે છે.” બંધારણ માટે ‘ખતરો’ અંગે દલિત સમુદાયમાં રહેલી આશંકાઓનો સ્વીકાર કરતી વખતે ગણેશ કહે છે, “શું બંધારણ બદલવું એટલું સરળ છે ? શું તેઓ ફેરફારોને યોગ્ય ઠેરવી શકશે ?” તેઓ દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે સત્તાધારી ભાજપ તેમજ વિપક્ષી ઈન્ડિયા બ્લોક ગઠબંધન દ્વારા પ્રચારમાં બંધારણને લઈને પેદા થઈ રહેલી ગરમીનો ઉલ્લેખ કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીઓમાં તેમના ભાષણોમાં તે જાળવી રાખ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, બંધારણ પવિત્ર છે અને તેને બદલવામાં આવશે નહીં જ્યારે અન્ય વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે, સંસદમાં ભાજપની મોટી બહુમતી બંધારણ માટે ‘ખતરો’ હશે. બંને શિબિરો ભારે ચર્ચામાં વ્યસ્ત હોવાથી સમગ્ર મહારાષ્ટ્રમાં દલિતો તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બંધારણની રક્ષા કરવાના તેમના સંકલ્પને પુનઃપુષ્ટ કરી રહ્યા છે. આંબેડકરના સ્મારકો અને તેમની અન્ય વસ્તુઓમાં તેઓ તેમને પ્રતિમા તરીકે જુએ છે જેમણે તેમને ઓળખ અને ગૌરવ આપ્યું હતું. કરણ કેદાર, જેમને તેમના પરિવાર તરફથી પાંચ દાયકા જૂનો બુક સ્ટોલ વારસામાં મળ્યો છે તે કહે છે, “બંધારણ લોકશાહીનો આત્મા છે. ડર એ છે કે, જેઓ બંધારણને નબળું પાડવાનો અને તેને મનુસ્મૃતિ સાથે બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ ભારતને ૧,૦૦૦ વર્ષ પાછળ ધકેલી દેવાની કોશિશ કરી રહ્યા છે.” દેશભરમાં દલિતો પરના અત્યાચારના કિસ્સાઓની ચર્ચા પર ધ્યાન આપીને દલિત સંગઠનોના વિભાજન સાથે સમુદાય કેટલાક દાયકાઓથી નેતૃત્વના પડકારનો સામનો કરી રહ્યો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ (SC)ની વસ્તી ૧૩% છે. દલિત સમુદાયમાં મહાર (નિયો-બૌદ્ધ) ૫૭%, માતંગ (૨૦%) અને ચમાર (૧૭%) હિસ્સો ધરાવે છે. રાજ્યમાં દલિતોનું પ્રતિનિધિત્વ મુખ્યત્વે બે પક્ષો કરે છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની ‘રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા’ (RPI) અને આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની ‘વંચિત બહુજન આઘાડી’ (VBA) દ્વારા કરવામાં આવે છે. આઠવલે ૫૦%થી વધુ દલિતોના સમર્થનનો દાવો કરે છે જ્યારે ફમ્છ દલિતો, આદિવાસીઓ અનેર્OBCના મોટા વર્ગનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં VBAએ રાજ્યના કુલ મતોના ૬.૭૫% મત મેળવીને, કોંગ્રેસ-NCP ગઠબંધનના વોટ શેરમાં ઘટાડો કર્યો હતો. ૨૦૧૪માં, જ્યારે RPI(A) એ ભાજપ સાથે જોડાણ કર્યું, ત્યારે આ પગલાએ પાર્ટીની અંદર ઘણાને આશ્ચર્યચકિત કર્યા હતા. તે સમયે આઠવલેએ દલીલ કરી હતી કે, દલિતોની નવી પેઢી રાજકીય પ્રયોગો માટે ખુલ્લી છે. દસ વર્ષ પછી ભાજપની આગેવાની હેઠળના દ્ગડ્ઢછ દ્વારા આઠવલેને બંધારણના મુદ્દા પર દલિતોને સમજાવવા માટે જાહેર સભાઓ અને રેલીઓ યોજવાનું કામ સોંપવામાં આવ્યું છે. બુધવારના રોજ તેમણે ચૂંટણી પંચમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપ પર તેમના હુમલાને લઈને ફરિયાદ નોંધાવી હતી. અગ્રણી દલિત લેખક અર્જુન ડાંગલે કહે છે કે, જ્યારે દલિતો બંધારણના મુદ્દે એક થયા છે, ત્યારે બેરોજગારી જેવા અન્ય પરિબળો પણ શાસક પક્ષ સામે એકત્રીકરણ તરફ દોરી શકે છે. ડાંગલેએ કહ્યું, “જ્યારે તેમના મુખ્ય કાર્યસૂચિની વાત આવે છે ત્યારે દલિતોમાં સાચા અને ખોટાની મજબૂત સમજ હોય છે. ભાજપ વિરૂદ્ધ સમુદાયમાં મજબૂત અન્ડરકરંટ છે. ત્યાં ગુસ્સો અને વિશ્વાસઘાતની ભાવના છે.”
ઘાટકોપરમાં રમાબાઈ આંબેડકર નગર મુંબઈની સૌથી જૂની ઝૂંપડપટ્ટીઓમાંની એક છે અને મહારાષ્ટ્રની સૌથી મોટી દલિત વસાહતો ત્યાં આવેલી છે. ત્યાંના પીઢ આંબેડકરવાદીઓ દલિતોને એક છત્ર હેઠળ રાખવા માટે ઘરે-ઘરે જઈને ઝુંબેશની તૈયારી કરે છે. હીરામન ગાયકવાડ, (૬૪), વસાહતમાં આંબેડકરની પ્રતિમા પાસે ઉભા રહીને કહે છે કે, “અમારા માટે આંબેડકર જ સર્વસ્વ છે. આપણે તેમના બંધારણ સાથે કેવી રીતે સમાધાન કરી શકીએ ?” ગાયકવાડ આંબેડકરની પ્રતિમાની અપવિત્રતાના વિરોધને પગલે થયેલા ૧૯૯૭ના પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલા ૨૬ લોકોમાંનો એક હતા, જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા. શાંતારામ શુકદેવ પટોલે, એક મોચી કહે છે કે, રમાબાઈ આંબેડકર નગર એક સમયે ૧૯૬૦ના દાયકાથી શરૂ કરીને આજીવિકાની શોધમાં મહાનગરમાં આવેલા દલિત સ્થળાંતર માટેનું કેન્દ્ર હતું. તે સમયે, તેમાં રસ્તાઓ અને વીજળી ન હતી. આજે, વસાહતમાં પાકાં મકાનો અને સારા રસ્તાઓ છે.
પટોલેએ જણાવ્યું હતું કે, “હું ૧૮ વર્ષની ઉંમરે નાસિકથી આવ્યો હતો. ૩૫ વર્ષ થઇ ગયા. તે સમયે એક જ વ્યક્તિની કમાણીથી ચાર જણનું પરિવાર નભી જતું હતું. હવે, ૨૫૦ રૂપિયાની દૈનિક કમાણી હોવા છતાં આ મોંઘવારીમાં તે શક્ય નથી.” પંચશીલ ક્રુતિ સમિતિના સભ્ય અમોલ સોનાવને કહે છે કે, “વસાહત ઘણું આગળ વધ્યું હોવા છતાં ૨૦૦૫માં વચન આપવામાં આવેલ પુનઃવિકાસનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહ્યો છે. વર્ષોથી દલિત કાર્યકર્તાઓ અનેકગણો વધ્યા છે પરંતુ તેનું નેતૃત્વ વ્યાપક નથી. આઠવલેને તેમના અનુયાયીઓ કેન્દ્રમાં પ્રતિનિધિ તરીકે જુએ છે. તેવી જ રીતે, બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર સાથે જોડાયેલા લોકો પણ છે.” જો કે, આંબેડકરવાદી નેતા શ્યામ ગાયકવાડે આરોપ લગાવ્યો હતો કે, “દલિતો હવે સમજી ગયા છે કે, આઠવલે અને પ્રકાશ આંબેડકર દલિત કલ્યાણની વિરૂદ્ધનું રાજકારણ કરી રહ્યા છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં દલિતો સામૂહિક રીતે કોઈપણ નેતા વિના તેમના અધિકારો માટે ઊભા રહેશે. દલિત આંદોલનને ક્યારેય વ્યક્તિગત નેતાઓ કે પક્ષપાતી રાજકારણ દ્વારા કેદ કરવામાં આવતું નથી.”

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.