Site icon Gujarat Today

NGOએ દલિત સમુદાયના સભ્યો પર દેવત્તિપટ્ટીહુમલાના ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી

(એજન્સી) તા.૧૩
સાલેમ જિલ્લાના દિવટ્ટીપટ્ટી ગામમાં મંદિરના ઉત્સવ દરમિયાન દલિત સમુદાયના સભ્યો પર હુમલો કરનારા હિન્દુ સમુદાયના ગુનેગારો સામે પોલીસ વિભાગની ‘નિષ્ક્રિયતા’ની ટીકા કરતા મદુરાઈ સ્થિત સંસ્થા ‘એવિડન્સ’ના કથિરે એક પ્રેસ નોટ જારી કરી છે. તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું કે, તેમની ગામની મુલાકાત દરમિયાન દલિત સમાજના ગ્રામજનો પર મધ્યવર્તી જાતિના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓએ પણ તપાસના નામે દલિત સમુદાયના ઘરોમાં ઘૂસીને હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, દલિત સમુદાયના સભ્યો પર નિહિત હિતોને કારણે ખોટા કેસ પણ કરવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓએ મધ્યવર્તી જાતિના સભ્યો સાથે વાતચીત કરી જેમણે દલિત સમુદાયના સભ્યોને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા અને તેમના પર હુમલો કર્યો. પરંતુ તેમની સામે કાર્યવાહી શરૂ કરી નહીં. તેથી તેમની સામે ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ. હુમલામાં પટ્ટલી મક્કલ કચ્છી અધિકારી વેંકટેશનની કથિત ભૂમિકા તરફ ઈશારો કરતાં તેમણે જણાવ્યું કે, તેની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. “તેની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને રિમાન્ડ પર લેવા જોઈએ” તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે આ મામલાની નોંધ લેવી જોઈએ અને મામલાની તપાસ કરવી જોઈએ. સૌથી વધુ તેમણે જણાવ્યું કે, મરિયમ્માન મંદિરના સત્તાવાળાઓએ જે હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્‌સ વિભાગના નિયંત્રણ હેઠળ છે. તેણે ખાતરી કરવી જોઈએ કે, દલિત સમુદાયના સભ્યોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે. તેઓએ માંગ કરી હતી કે, જેઓ તેમના અધિકારો વિરુદ્ધ કામ કરે છે. તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સજા આપવામાં આવે.

Exit mobile version