Site icon Gujarat Today

આગ્રા : ખંડૌલીમાં ગુંડાઓએ દલિત મજૂરોને થાંભલા સાથે બાંધીને માર માર્યો, કેસ નોંધાયો

ખંડૌલીમાં ગુંડાઓએ એક દલિત મજૂરને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો, પીડિત ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, ફરિયાદ બાદ પોલીસે જીવલેણ હુમલા અનેSC-ST‌નો કેસ નોંધ્યો છે

(એજન્સી) તા.૧૭
આગ્રાના ખંડૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના બહરમપુર ગામમાં, બે દલિત મજૂરોને ખેતરોમાં લગાવેલા વાયરને હટાવવા બદલ તેમને વીજળીના થાંભલા સાથે બાંધી બળજબરીથી મારવામાં આવ્યા હતા. પીડિતો બે દિવસ સુધી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતા રહ્યા. હવે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ જીવલેણ હુમલો અને એસસી-એસટીનો કેસ નોંધ્યો છે. પોલાસ દ્ધારા હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે.
આગ્રાના બાલ્કેશ્વરના રહેવાસી અરવિંદ પાલ સિંહ અને બહેરામપુરમાં ખંડૌલીના રહેવાસી અરવિંદ સિકરવારના ખેતરો બહેરામપુરમાં બાજુમાં આવેલા છે. ખેતરના અમુક ભાગનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા અરવિંદ સીકરવારે વિવાદિત જમીન પર વાયર વડે થાંભલા લગાવ્યા હતા. ૧૨ મેના રોજ અરવિંદ પાલે બાલ્કેશ્વરના રાધા નગરમાં રહેતા ખેત મજૂર મુલાયમ સિંહને બહેરામપુર ફાર્મમાં મોકલ્યા હતા. મુલાયમ સિંહ અને તેમના સહયોગી મંગેશ સિંહે વિવાદિત જમીનમાંથી વાયરો ખોલ્યા હતા.
આ અંગેની માહિતી મળતા અરવિંદ સિકરવાર તેના પુત્રો દીપક અને રૂપેશ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતા. પીડિતોએ આરોપ લગાવ્યો કે અરવિંદ સિકરવાર અને તેમના પુત્રોએ મુલાયમ સિંહ અને મંગેશ પર લાકડીઓથી હુમલો કર્યો હતો. જાતિ આધારિત શબ્દોનો ઉપયોગ કરીને, તેઓએ તેમને વીજળીના થાંભલા સાથે બાંધી દીધા અને તેમને ખરાબ રીતે માર્યા હતા. જ્યારે હોબાળો થયો ત્યારે નજીકના ગ્રામજનોએ કોઈક રીતે બંને કામદારોને છોડાવવામાં સફળતા મેળવી હતી. પોલીસ બે દિવસ સુધી પીડિતોને નજરઅંદાજ કરતી રહી હતી. સોમવારે રાત્રે મુલાયમ સિંહની ફરિયાદ પર પિતા-પુત્રો વિરૂદ્ધ જીવલેણ હુમલાનો કેસ અને એસસી-એસટી કેસ નોંધવામાં આવ્યો હતો. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે, આરોપી વિરૂદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Exit mobile version