CASRએ કથિત નકલી એન્કાઉન્ટરની સ્વતંત્ર ન્યાયિક તપાસની ઉગ્ર માગણી જારી કરી છે અને તમામ
લોકતાંત્રિક માનસિકતા ધરાવતા વ્યક્તિઓને હિંસાના આ જઘન્ય કૃત્યની નિંદા કરવા માટે એક થવા હાકલ કરી છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
સરકારી દમન વિરૂદ્ધ અભિયાન (CASR) ચલાવતા અધિકાર જૂથોના ગઠબંધને છત્તીસગઢના બસ્તરમાં આદિવાસી ખેડૂતોના કથિત હત્યાકાંડની સખત નિંદા કરી છે. સરકારી દમન સામેની ઝુંબેશ (CASR) જેમાં સંગઠનોના પ્રચંડ જોડાણનો સમાવેશ થાય છે, તેણે હિંસાના આ ભયંકર કૃત્યને આચરવામાં સરકારની સંડોવણીની ઘોર નિંદા કરી છે. CASRઇએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “૧૧ મે, ૨૦૨૪ના રોજ બીજાપુર જિલ્લાના પીડિયા અને ઇથાવર ગામોમાં ઘટના સર્જાઈ હતી. જેમાં ૧૨ નિર્દોષ આદિવાસી વ્યક્તિઓ અર્ધલશ્કરી દળો દ્વારા યોજાયેલા એન્કાઉન્ટરનો ભોગ બન્યા હતા.”
પીડિતોમાં પીડિયા ગામના પાંચ અને ઈથાવર ગામના સાતનો સમાવેશ થતો હતો. આ સિઝન દરમિયાન આદિવાસી ખેડૂતો માટે આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત એવા તેંદુના પાંદડા એકઠા કરવાની વર્ષો જૂની પ્રથામાં તેઓ રોકાયેલા હતા. જો કે, તેમની આ રોજીંદી ક્રિયાએ ભયંકર વળાંક લીધો જ્યારે તેમનો સામનો સુરક્ષા દળોનો સામે થયો. તેમના પર સુરક્ષા દળો દમણ ગુજારશે એવા ભયને કારણે આદિવાસી ગ્રામવાસીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો અને અર્ધલશ્કરી દળોએ તેમના પર બેફામ ગોળીબાર ચલાવ્યો. બેફામ આક્રમણના પરિણામે ભાગી રહેલા ગામલોકોના અકાળે મૃત્યુ થયા, અહેવાલો દર્શાવે છે કે, મૃતકોમાં સેતુ કુંજમ, માત્ર ૫મા ધોરણનો વિદ્યાર્થી અને ચન્નુ અવલમ જેવા યુવાન લોકો હતા. જેઓ કથિત રીતે માનસિક રીતે અસ્થિર હતા. આ ભયાનક ઘટના એકલ દૉકલ ઘટના નથી. પરંતુ બસ્તરના પીડિત આદિવાસી સમુદાયો વિરૂદ્ધ સરકાર દ્વારા પ્રાયોજિત હિંસા અને જુલમની વ્યાપક પેટર્નનું પ્રતિક છે. છત્તીસગઢમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી આદિવાસી ખેડૂતો પરના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં નકલી એન્કાઉન્ટર અને ન્યાયવિહિન હત્યાઓ દુઃખદાયક રીતે સામાન્ય બની ગઈ છે. સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે,આ છદ્મ યુદ્ધ માઓવાદીઓને બેઅસર કરવાના નામે આદિવાસી ખેડૂતો પર કરવામાં આવી રહેલ નરસંહાર છે. સરકારે આ વિસ્તારમાં અત્યાધુનિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. જેમાં ઇઝરાયેલ દ્વારા બનાવેલા ડ્રોન દ્વારા હવાઈ બોમ્બમારો પણ સામેલ છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં રાજ્યએ પાંચમી વખત બસ્તરના ગામડાઓ પર બોમ્બમારો કર્યો. આ વિસ્તારમાં સશસ્ત્ર દળો અને પોલીસ માઓવાદીઓને ખતમ કરવાના નામે જે કંઈ પણ કરે છે, તેમાં સ્પષ્ટ છૂટ આપવામાં આવી છે. આ બધું એટલા માટે થાય છે. કારણ કે, ભારત સરકાર આદિવાસીઓની જમીનના કુદરતી સંસાધનોની કોર્પોરેટ લૂંટને સરળ બનાવવા માંગે છે.” CASRએ કથિત નકલી એન્કાઉન્ટરની સ્વતંત્ર ન્યાયિક તપાસની ઉગ્ર માગણી જારી કરી છે અને તમામ લોકતાંત્રિક માનસિકતા ધરાવતા વ્યક્તિઓને હિંસાના આ જઘન્ય કૃત્યની નિંદા કરવા માટે એક થવા હાકલ કરી છે. વધુમાં ગઠબંધને આદિવાસીઓની જમીન પર કુદરતી સંસાધનોની કોર્પોરેટ લૂંટની સુવિધા આપવાના સરકારના ખોટા હેતુ પ્રત્યે પણ ધ્યાન દોર્યું છે, જે શોષણ અને દમનના દુષ્ટ ચક્રને ચાલુ રાખે છે. રાજ્ય દમન સામેની ઝુંબેશ (ઝ્રછજીઇ)માં છૈંઇર્જીં, છૈંજીછ, છૈંજીહ્લ, છઁઝ્રઇ, મ્છજીહ્લ, મ્જીસ્, ભીમ આર્મી, હ્વજઝ્રઈસ્, ઝ્રઈસ્, ઝ્રઇઁઁ, ઝ્ર્હ્લ, ડ્ઢૈંજીજીઝ્ર, ડ્ઢજીેં, ડ્ઢ્હ્લ, દમન વિરુદ્ધ ફોરમ તેલંગાણા, ભાઈચારો, ૈંછઁન્, ઈનોસન્સ નેટવર્ક, કર્ણાટક જનશક્તિ, ન્છછ, મઝદૂર અધિકાર સંગઠન, મઝદૂર પત્રિકા, દ્ગછઁસ્, નિશાંત નાટ્ય મંચ, નૌરોઝ, દ્ગ્ેૈંં, પીપલ્સ વોચ, રિહાઈ મંચ, સમાજવાદી જનપરિષદ, સમાજવાદી લોક મંચ, બહુજન સમાજ, સંયુક્ત સમાજવાદી સંગઠન હેટ, યુનાઇટેડ પીસ એલાયન્સ, ઉજીજી, અને રૂ૪જી સહિતના સંગઠનોના પ્રચંડ જોડાણનો સમાવેશ થાય છે.