
(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૩
ધ પ્રિન્ટની વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ મનીષા મંડલને જાતિવાદી દુર્વ્યવહાર અને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, તેણે દલિત મહિલા તરીકે ડેટિંગ એપ્સ પરના તેમના અનુભવ વિશે વિગતવાર લખ્યું હતું. લેખનો શિર્ષક ડેટિંગ એપ પર દલિત હોવું હતું. ઉચ્ચ જાતિના પુરૂષો ફક્ત આરક્ષણ ઈઉજી પર ચર્ચા કરવા માગે છે. લેખમાં ડેટિંગ એપ્સ પર મનીષાના અનુભવો અને ત્યાં ઉચ્ચ જાતિના પુરૂષો તરફથી મળેલી અનામત વિરોધી લાગણીઓ વિશે વાત કરવામાં આવી હતી. જો કે, તેના લેખમાં મનીષાના દેખાવ અને જાતિના સ્થાનને નિશાન બનાવીને ઓનલાઈન ટ્રોલિંગ અને દુરૂપયોગને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
લેખમાં બમ્બલ જેવી ડેટિંગ એપ પર મનીષાના અનુભવો વિશે વાત કરવામાં આવી હતી, જ્યાં ઉચ્ચ જાતિના પુરૂષો તેની બાયોમાં નમસદ્રા દલિત, પશ્ચિમ બંગાળ લખેલી તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોયા પછી તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા. લેખ મનીષાના સૂચન સાથે સમાપ્ત થાય છે કે, ડેટિંગ એપ્લિકેશન્સ ફિલ્ટર તરીકે લિંગ તેમજ જાતિ પસંદગીઓ ઉમેરી શકે છે.
આ ટ્રોલિંગ પછી ઘણાં લોકો મનીષાના સમર્થનમાં સામે આવ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે, કેવી રીતે ઉચ્ચ જાતિની માનસિકતા લોકોને તેમના જન્મથી જ લોકો સાથે ભેદભાવ કરવાનું શીખવે છે. તેણે કહ્યું ઉચ્ચ જાતિના લોકો દલિત પત્રકાર મનીષા મંડલને તેના શારીરિક દેખાવ અને જાતિના આધારે ટ્રોલ કરી રહ્યા છે. તેમની માનસિકતા અને જાતિ અહંકાર તેમને જન્મથી જ ભેદભાવ કરવાનું શીખવે છે. અમે મનીષા સાથે અડગ રીતે ઊભા છીએ.
કેરળ કોંગ્રેસના મીડિયા અને સંચાર પ્રભારી લાવણ્યા બલ્લાલ જૈન પણ મનીષાના સમર્થનમાં બહાર આવ્યા અને કહ્યું, મેં લેખ વાંચ્યો, મેં ટિપ્પણીઓ વાંચી. ટિપ્પણીઓ બોડી શેમિંગ અને દુર્વ્યવહારથી ભરેલી છે, તે પણ એવા પુરૂષો તરફથી કે જેમણે લેખ વાંચ્યો નથી. લેખમાં જે કહેવામાં આવ્યું છે, તે આ માણસો માત્ર સાબિત કરી રહ્યા છે. મનીષા મંડલ, તમારામાં વધુ તાકાત છે. અન્ય વપરાશકર્તાએ નોંધ્યું કે, જાતિ અને ડેટિંગ ખૂબ જ સંબંધિત છે.તેણે કહ્યું, હા, ડેટિંગ અને જાતિ સંબંધિત છે. ખૂબ જ સંબંધિત છે. ઉચ્ચ જાતિના પુરૂષો જેઓ મનીષા મંડલે લખેલી વાસ્તવિકતાને પચાવી શકતા નથી. તેઓ બોડી શેમિંગનો આશરો લઈ રહ્યા છે. કારણ કે, જ્યારે પુરૂષો-સ્ત્રીઓ સાથે તાર્કિક રીતે દલીલ કરી શકતા નથી, ત્યારે તેઓ બોડી શેમિંગનો આશરો લે છે અથવા ચારિત્ર્ય હત્યાનો એક સાધન તરીકે ઉપયોગ કરે છે.
ટ્રોલિંગ અને દુરૂપયોગના પગલે ધપ્રિન્ટે એક નિવેદન જારી કર્યું હતું કે, ટિપ્પણીઓ તેમના રિપોર્ટરને જોખમમાં મૂકે છે અને જો સાયબર સતામણી ચાલુ રહેશે તો તેઓ કાનૂની આશરો લેશે. નિવેદનમાં જણાવાયું છે ,ધ પ્રિન્ટ અમારા ફોટો જર્નાલિસ્ટ મનીષા મંડલ પર નિશાન બનાવવામાં આવેલી દ્વેષપૂર્ણ, જાતિવાદી ટિપ્પણીઓની નોંધ લે છે, તે લિંગ ભેદભાવપૂર્ણ, અપમાનજનક અને ઘણીવાર ગુનાખોરીની હદ સુધી હોય છે છે. તેમની ટિપ્પણીઓ અમારા પત્રકારને જોખમમાં મૂકે છે. અમે આનો રેકોર્ડ બનાવી રહ્યા છીએ. જો આ વર્તન ચાલુ રહેશે, તો અમે પગલાં લઈશું.