ઘટના ૨ મેના રોજ, મજૂર દિવસના બીજા દિવસે બની હતી
(એજન્સી) તા.૨૪
ઝારખંડના લાતેહાર જિલ્લાના મનિકા પોલીસ સ્ટેશનની હદના હજાતમાં, દલિત અને આદિવાસી મજૂરોને પોલીસે ૩ દિવસ સુધી ગોંધી રાખીને નિર્દયતાથી માર્યા હોવાના સનસનાટીખેજ સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, બ્લોક એડમિનિસ્ટ્રેશને, એક અશોક યાદવને જૂના CRPF કેમ્પની સફાઈ અને ઈમારતોને રંગવાનું કામ સોંપ્યું હતું. જેના માટે અશોક યાદવે મજૂરો રાખ્યા હતા. ગરીબીને કારણે બધા મજૂરો ઘરેથી જમવાનું લાવી શકતા નથી. આવી સ્થિતિમાં, કામના ત્રીજા દિવસે, તે ‘મનિકાના દાલ-ભાત કેન્દ્ર’માં ૫ રૂપિયામાં સંપૂર્ણ ભોજન જમી રહ્યાં હતાં. ત્યારે મનિકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ એક કારમાં ત્યાં આવી પહોંચ્યા અને કામદારો કંઈ સમજે તે પહેલા પોલીસ તમામ કામદારોને તેમના વાહનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી. પોલીસે લલ્લુ રામનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો અને મજૂરોની કેમ્પસમાંથી ટ્રકના ટાયરની ચોરી અંગે પૂછપરછ કરવા લાગી હતી પરંતુ કામદારો આ ટાયરની ચોરી અંગે કોઈ જાણ ન હોવાને કારણે તેમણે આ બાબતે અજાણતા દર્શાવી હતી. જેથી ગુસ્સે ભરાયેલા પોલીસ સ્ટેશનના અધિકારીએ કામદારોને મારવાનું શરૂ કર્યું હતું.
સાધવાડીહના રહેવાસી રામેશ્વર સિંહે જણાવ્યું હતું કે, એક કોન્સ્ટેબલે તેની પીઠ પર લોખંડના ડંડા વડે માર્યો અને પછી તેણે કાન પકડીને ઊંચો કર્યો હતો. જેના કારણે તેના મોઢામાંથી અચાનક લોહી વહેવા લાગ્યું. લલ્લુ રામે જણાવ્યું કે, તેને પણ ફાઈબરની લાકડીથી નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. જોકે, એક દેવ નારાયણસિંહે કહ્યું હતું કે, ૧ મેના રોજ સાંજે અશોક યાદવ ટ્રકનું ટાયર ખોલીને તેને તેના ટ્રેક્ટરમાં તેના ઘરે લઈ ગયો હતો. થોડા કલાકો પછી, અશોક યાદવ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં કબૂલ્યું કે, તેણે પોતે જ ટાયર ચોર્યું છે. તેમ છતાં પોલીસે મજૂરોને છોડ્યા ન હતા અને તેમને બેરહેમીથી મારતા રહ્યાં હતા.
મનિકાના નમુદાગ (ડુબજારવા ટોલા)ના રહેવાસી ૪૫ વર્ષીય દૈનિક મજૂર અને દલિત લલ્લુ રામને ૩ દિવસ સુધી મણિકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને કોઈપણ વાંક વિના તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય મજૂરો દેવ નારાયણ સિંહ, વિજય સિંહ, પહેલવાન સિંહ, રામેશ્વર સિંહ અને એક મૂકબધિર વ્યક્તિ સહિત બધા સધવાડીહના રહેવાસીઓને પણ રાતભર પોલીસ સ્ટેશનમાં બંધ રાખવામાં આવ્યા હતા.
બ્લોક કોમ્પ્લેક્સ સ્થિત પૂર્વ સીઆરપીએફ કેમ્પ કોમ્પ્લેક્સમાંથી રિમ સહિત ટાયરની ચોરીના આરોપી ભદાઈ બાથાનના રહેવાસી અશોક યાદવ વિરૂદ્ધ જુબાની મેળવવા માટે કે “અમે અશોક યાદવને ચોરી કરતા જોયા છે.” પોલીસે બહેરા અને મૂંગા વિકલાંગ મજૂર સિવાય તમામ મજૂરોની ધરપકડ કરીને તેમને નિર્દયતાથી માર માર્યો હતો. ૩ મેના રોજ, લલ્લુ રામ, નારાયણ સિંહ અને વિજય સિંહને પોલીસ દ્વારા લાતેહાર જિલ્લા કોર્ટમાં કેસ નંબર ૨૮/૨૦૨૪ માં ક્રિમિનલ પ્રોસિજર ૧૬૪ હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે લઈ જવામાં આવ્યા હતાં. ત્રણેય મજૂરોએ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શશિ ભૂષણ શર્માને જણાવ્યું હતું કે, તેઓએ ઘટનાની કબૂલાત કરી હતી અને તેમણે પોલીસ સ્ટેશનના અધિકારીના નિર્દય મારથી બચવા, પોલીસને સમક્ષ ખોટા નિવેદનો આપ્યા હતા.
કલમ ૧૬૪ હેઠળ તેમનું નિવેદન નોંધ્યા બાદ, ત્રણેય મજૂરોને પોલીસ ફરી મનિકા પોલીસ સ્ટેશન લાવી હતી. જ્યાં પોલીસ સ્ટેશન ઓફિસર જય પ્રકાશ શર્માએ પોતાનું બેફામ રૌદ્ર રૂપ બતાવીને શુક્રવાર ૩જી મેની સાંજથી ૪થી મે શનિવારની રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ત્રણ મજૂરોને નિર્દયતાથી માર્યા હતા. જેમાં લલ્લુ રામની બંને જાંઘ અને પીઠ પર મારને કારણે ચકામા જામી ગયા હતા. તેને ગંભીર રીતે માર્યો હોવાને લીધે, તેના જમણા હાથનો અંગૂઠો ભાંગી ગયો હતો.
લલ્લુ રામની પત્ની રાજો દેવીએ જણાવ્યું કે, જ્યારે તેમના પતિ ૨ મે, ગુરૂવારે રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ઘરે ન આવ્યા, ત્યારે મેં ચિંતિત થઈને તેમના મોબાઈલ પર સંપર્ક કર્યો પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. રાજો દેવીએ આંસુભર્યા સ્વરે કહ્યું કે, ચિંતાને કારણે અમે રાત્રે જગ્યા પણ નહી. બેંગ્લોર અને હૈદરાબાદની બહાર મજૂર તરીકે કામ કરતા તેમના બે પુત્રોને ફોન કરીને ઘટના વિશે જાણ કરી હતી. બંનેએ ફોન પર તેમના પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈએ ફોન રિસીવ કર્યો ન હતો. બીજા દિવસે, શુક્રવાર, ૩ મે, સવારે ૧૧.૦૦ વાગ્યે, ગામના કોઈએ રાજો દેવીને કહ્યું કે, તેના પતિને મણિકા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. રાજો દેવીનું મન અત્યંત વ્યથિત થઈ ગયું કે, તેના પતિએ એવો શું ગુનો કર્યો છે કે તેને પોલીસ લઈ ગઇ છે.
લલ્લુ રામે જણાવ્યું કે, જે દિવસે તેમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા તે દિવસે તેમને પહેલા દિવસે રાત્રે ૧૦.૦૦ વાગ્યે ભોજન આપવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે ૮.૦૦ વાગ્યે નાસ્તો અને રાત્રે ૧૦.૦૦ વાગ્યે રાત્રિભોજન આપવામાં આવ્યું હતું અને બીજા દિવસે માત્ર નાસ્તો આપવામાં આવ્યો હતો, બપોરનું ભોજન વગેરે કંઈપણ ખાવા માટે આપવામાં આવ્યું ન હતું. જ્યારે રાત્રે ૮.૦૦ કલાકે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
પોલીસના દુષ્કર્મનો સિલસિલો અહીં પૂરો નથી થયો, તેઓ હજુ પણ લલ્લુ રામને તેના ઘર સુધી શોધી રહ્યા છે. ૧૭મે અને ૧૮ મેના રોજ પણ પોલીસ તેમની શોધમાં સાંજે ૫.૦૦ વાગ્યે નમુદાગમાં લલ્લુ રામના ઘરે આવી હતી. પરંતુ યોગાનુયોગ તે દિવસે લલ્લુ રામ મનિકા પોલીસ સ્ટેશનના રેવતકલા ગામમાં તેની ભાભીના ઘરે ગયો હતો. મણિકા થાનેદારની આ કાર્યવાહીથી લલ્લુ રામનો આખો પરિવાર ડરી ગયો છે અને આઘાતમાં છે.
પીડિત પરિવાર સંપૂર્ણપણે ભૂમિહીન છે અને તે કાચા મકાનોમાં રહે છે. થોડા જ દિવસોમાં વરસાદ થવાનો છે. હવે તેમને તેમના ઘરનું સમારકામ કરવું પડશે. પરંતુ પોલીસના મારથી જમણા અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે, ડોક્ટરે કહ્યું છે કે, ઓછામાં ઓછા ૧૫થી ૨૦ દિવસ સુધી પ્લાસ્ટર નહીં ખુલે. આ સ્થિતિમાં લલ્લુ રામ ન તો મજૂર તરીકે કામ કરી શકશે અને ન તો દવાઓ અને ડોક્ટરોનો ખર્ચ ઉઠાવી શકે છે.
આ સંદર્ભે સામાજિક કાર્યકર જેમ્સ હેરેંગ પીડિત પરિવારોને મળ્યા હતા અને વિગતવાર માહિતી લીધી હતી. તેમણે પોલીસની આ કાર્યવાહીને જઘન્ય અપરાધ ગણાવ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે, દલિતો, આદિવાસીઓ અને શોષિત લોકો પર પોલીસનું અમાનવીય દમન નવી ઘટના નથી. થાણેદાર ભાનુ પ્રતાપના કાર્યકાળ દરમિયાન ડુંડુના ૭૫ વર્ષના વૃદ્ધને કોઈ પણ ગુના વિના બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, કુઇ ગામના સગીર બાળકની તરફેણમાં કાયદેસર ટેક્સ ન કરીને બેંક કર્મચારી રૌનક શુક્લને બચાવવાનું કાવતરૂં વગેરે જેવા અનેક કેસો નોંધાયા છે. જેમાં પોલીસ અધિકારીઓ સ્પષ્ટપણે મનસ્વી રીતે કાયદાની વ્યાખ્યા કરતા જોવા મળ્યા છે. જ્યાં સુધી આ ઘટનાનો સંબંધ છે, દોષિત પોલીસ સ્ટેશન અધિકારી અને ઘટનામાં સામેલ પોલીસકર્મીઓ વિરૂદ્ધ જીઝ્ર/જી્ એટ્રોસિટી એક્ટ-૧૯૮૯ની સંબંધિત કલમો હેઠળ હ્લૈંઇ દાખલ કરવામાં આવશે. જરૂર પડશે તો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના દરવાજા ખટખટાવવામાં આવશે. પરંતુ હવે જનતા આ બાબતે ચૂપ રહેશે નહીં.