Downtrodden

JNU વિદ્યાર્થીએ પોતાની ઓળખ દલિત તરીકે નથી આપી : સેમિનાર મુદ્દે વિવાદ પર ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક

શ્રીમતી સ્પિવાકે કહ્યું કે તે વિદ્યાર્થીના ઉચ્ચારણને સુધારી રહી ન હતાં, તેઓ પ્રેક્ષકોમાંના વધુ લોકોને ડુ બોઈસના નામનો યોગ્ય રીતે ઉચ્ચાર કરવા માટે પણ કહી રહ્યાં હતાં અલબત,-‘ફ્રેન્ચના બદલે હૈતીયન(ભાષા)માં’

(એજન્સી) તા.ર૬
સ્પષ્ટતા : વિષય પર મુક્ત મને ચર્ચા કરવા માટે ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક સાથેની મુલાકાત એ સમજૂતી સાથે હાથ ધરવામાં આવી હતી કે તેમાંથી પ્રકાશિત કરવામાં આવનાર સીધા અવતરણોને મંજૂરી મળશે. શ્રીમતી સ્પિવાકને અવતરણો મોકલવામાં આવ્યા હતા જે સામેલ કરવાના હતા પરંતુ તેમના પ્રતિસાદો પ્રથમ સમયમર્યાદા પહેલા પ્રાપ્ત થયા ન હતા. તેથી, શ્રીમતી સ્પિવાકે અમને તેમના પ્રતિભાવોનું અંતિમ સંસ્કરણ મોકલ્યા પછી આ વાર્તાના અગાઉના સંસ્કરણમાં સુધારો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં આપેલા પ્રવચનના પ્રશ્નોતરી સત્ર દરમિયાન વિદ્વાન ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક દ્વારા એક દલિત વિદ્યાર્થીને બોલતા બંધ કરવામાં આવતા વીડિયોના દિવસો પછી, શ્રીમતી સ્પિવાકે ધ હિન્દુને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ક્યારેય સંબંધિત વિદ્યાર્થીને તેનો પ્રશ્ન પૂછતા રોક્યો ન હતો, અને તે વિદ્યાર્થીએ પોતાને દલિત તરીકે ઓળખાવ્યો ન હતો.
અઠ્ઠાવીસ વર્ષના અંશુલ કુમાર, સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ સોશિયલ સિસ્ટમ્સમાં સ્.છ. (સમાજશાસ્ત્ર)ના વિદ્યાર્થીએ, ૨૧ મેની ચર્ચામાં, શ્રીમતી સ્પિવાકને તેમની પોતાની મધ્યમ-વર્ગ તરીકેની સ્થિતિ વિશે પૂછવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ અમેરિકન સમાજશાસ્ત્રી ડબલ્યુ.ઇ.બી. ડુ બોઈસની અટકનો ઉચ્ચાર કરવામાં તેને તકલીફ પડી હતી આથી જે તેમના ક્ષેત્રમાં સૌથી પ્રખ્યાત વિદ્વાનોમાં જેની ગણના થાય છે તેવા શ્રીમતી સ્પિવાક દ્વારા તેનો(અટકનો)વારંવાર સાચો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો. જેના પગલે પ્રેક્ષકોમાં ગણગણાટ થવા લાગ્યો હતો અને આ ચર્ચામાં હાજર ઘણાએ કહ્યું કે, શ્રીમતી સ્પિવાકને પણ કદાચ શ્રી કુમારને ‘બ્રાહ્મણ અભ્યાસ કેન્દ્રના સ્થાપક પ્રોફેસર’ તરીકે ઓળખવામાં સમસ્યા આવી હશે. શ્રી કુમારે મીડિયાને જણાવ્યું હતું કે,બોલાચાલી પછી તરત જ, શ્રી કુમારે જ્યાં ચર્ચા થઈ હતી તે સભાગૃહની બહાર વિરોધમાં એક પોસ્ટર લગાવ્યું, જેમાં લખ્યું હતું : ‘જો પછાત બોલી શકતો નથી, તો તે ગાળ આપી શકે છે !’ તેમાં એક અસ્પષ્ટ ઉમેરા સહિત ‘સેન્ટર ફોર બ્રાહ્મણ સ્ટડીઝ’ના ભાગ તરીકે પોતાને રજૂ કરવાનો આખો મુદ્દો બ્રાહ્મણવાદની પૂછપરછની જરૂરિયાત પર ભાર આપવાનો હતો કારણ કે પછાતની ઓળખની પૂછપરછ કરવામાં આવે છે.
ત્યારબાદ ફાટી નીકળેલા વિવાદના જવાબમાં, શ્રીમતી સ્પિવાકે મીડિયાને કહ્યું, “અંશુલ કુમારે પોતાને દલિત તરીકે ઓળખાવ્યા નથી. તેથી મને લાગ્યું કે તે બ્રાહ્મણવાદી છે, કારણ કે તેઓ કહેતા હતા કે તેઓ બ્રાહ્મણ અભ્યાસ સંસ્થાના સ્થાપક છે. મેં શ્રી કુમારને તેમનો પ્રશ્ન પૂછતા રોક્યા નહિ. તે હજુ પણ ડુ બોઈસના નામનો ખોટો ઉચ્ચાર કરી રહ્યો હતો અને મારી સાથે ખૂબ જ અસંસ્કારી રીતે વાત કરવા લાગ્યો. એક વૃદ્ધ મહિલા શિક્ષક તરીકે એક પુરૂષ વિદ્યાર્થીનો સામનો કરી રહી છે, અને ખાસ કરીને મને તે દલિત હોવાની માહિતી આપવામાં આવી ન હોવાથી, મારી ઘાયલ ટિપ્પણી કે હું તેનો પ્રશ્ન સાંભળવા માંગતી ન હતી તે વિરોધનો સંકેત હતો.”
તેમણે ઉમેર્યું કે ‘કોઈ કારણોસર’, ચર્ચામાં લોકો ડુ બોઈસના નામનો યોગ્ય રીતે ઉચ્ચાર કરતા ન હતા-જે હૈતીયન રીત છે. તેમણે કહ્યું ‘ડુ બોઇસ પોતે અશ્વેત ‘દલિત’ હોવાથી, હું સૂચવવા માંગુ છું કે સાચો ઉચ્ચાર શીખવો.’
તેમણે કહ્યું કે આ તેમના માટે ‘અત્યંત ઉપદેશક અનુભવ’ હતો અને ઉમેર્યું કે, ‘સમકાલીન ભારતમાં આ પ્રકારની જાહેર ગેરસમજ અને બદનક્ષી હાથ ધરવામાં આવી શકે છે તે મારા અને અન્ય લોકો માટે ખૂબ જ દૂઃખની વાત છે.’
આગળ, શ્રીમતી સ્પિવાકે કહ્યું, “અમે સમજીએ છીએ કે શ્રી કુમાર ત્નદ્ગેંમાં સમાજશાસ્ત્રમાં સ્.છ.નો અભ્યાસ કરી રહ્યા છે; મેં વારંવાર એ મુદ્દો ઉઠાવ્યો કે ડુ બોઈસે ૧૮૯૯માં પ્રકાશિત તેમના ફિલાડેલ્ફિયા નેગ્રો સાથે સમાજશાસ્ત્રની આધુનિક શિસ્તની શોધ કરી હતી.
જ્યારથી આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે, ત્યારથી શ્રી કુમારની ટીકાએ તેમણે શ્રીમતી સ્પિવાક માટે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજી બાજુ, શ્રી કુમારે જાળવી રાખ્યું છે કે તેઓ શ્રીમતી સ્પિવાકને તેમનો પ્રશ્ન પૂછીને જે મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે ઘણા લોકો ચૂકી ગયા હતા.
દરમિયાન, શ્રી કુમાર ‘વ્યાકરણની શિસ્ત’ની જરૂરિયાતોના નામે દલિત અવાજોને દબાવી દેવા સામે દલીલ કરવા માટે ડુ બોઇસના કાર્યોના અવતરણોનો ઉપયોગ કરી રહ્યા હતાં , કારણ કે આ ઘટનાએ કેટલાક વિદ્વાનોને પ્રશ્ન કરવા દબાણ કર્યું છે કે શું દલિત જ્યારે બોલે છે ત્યારે તેમને સાંભળવામાં આવે છે ખરા ? તેમનો ઈશારો શ્રીમતી સ્પિવાકના સૌથી વધુ વાંચેલા નિબંધોમાંથી એક એવા ‘શું દલિતો બોલી શકે છે ?’ એ તરફ હતો.
આ પ્રવચનનો પ્રતિભાવ આપતાં, શ્રીમતી સ્પિવાકે કહ્યું, “પછાત અને દલિત એકબીજાના પૂરક શબ્દો નથી. સવર્ણ-પ્રગતિશીલ દલિત વ્યક્તિ-અને શૈક્ષણિક સંસ્થાએ અપવર્ડ ક્લાસ-ગતિશીલતાનું સાધન છે-તેણે હમેશા ચોક્કસપણે પોતાના (ચાહે તે સ્ત્રી હોય કે પુરૂષ) નવા વિશેષાધિકારનો ઉપયોગ સમગ્ર દલિત સમુદાય, ખાસ કરીને પછાત દલિતો માટે કામ કરવા માટે કરવો જોઈએ, જેઓ ઉચ્ચ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકતા નથી.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચુનંદા શૈક્ષણિક સ્થળોમાં પ્રવેશવાનું શરૂ કરે છે ત્યારે તેઓ પછાત બનવાનું બંધ કરે છે, તેણીએ કહ્યું, ‘હા, તેઓ કરે છે, જોકે તેઓ ચોક્કસપણે દલિત મૂળના લોકો બનવાનું બંધ કરતા નથી, જેમણે તેમના વિશેષાધિકારનો ઉપયોગ પછાત દલિતોને મદદ કરવા માટે કરવો જોઈએ. રાજકીય રીતે યોગ્ય એવા બિન-દલિતોમાં એક પ્રકારનો ભય વિપરીત જાતિવાદ છે જેનો ગંભીર કાર્યકરો લાભ લેતા નથી.
તેમણે જણાવ્યું કે , ‘જ્યાં સુધી પછાતની વાત છે : અમારી સતત સ્થિતિએ રહી છે કે પછાતપણું નાબૂદ કરવું જોઈએ અને તેમને સામાન્ય નાગરિક બનાવવા જોઈએ. મને અફસોસ છે કે પછાત પરનો અભ્યાસ , જે એક ઐતિહાસિક પ્રયાસ છે, તે જાતિને માન્યતા આપતો નથી. છેલ્લા ચાલીસ વર્ષથી હું પછાતો માટે કામ કરું છું, તેમનો અભ્યાસ કરવાને બદલે પ્રાથમિક શાળાઓ ચલાવું છું.’
મિસ્ટર કુમારના અપશબ્દોનો અયોગ્ય હોવાનું જણાવતી વખતે ઘણા દલિત કાર્યકર્તાઓ અને વિદ્વાનોએ શ્રી કુમારનો પ્રશ્ન સાંભળીને ડુ બોઈસના છેલ્લા નામના ઉચ્ચારણને અનુસરવાની શ્રીમતી સ્પિવાકની જરૂરિયાત પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
વિક્ષેપ પાડતા પહેલા, શ્રી કુમાર શ્રીમતી સ્પિવાકને પૂછવા માંગતા હતાઃ “સ્પીવાક મધ્યમ વર્ગ હોવાનો દાવો કરે છે. તેમણે તેના પ્રવચનમાં કહ્યું કે ડુ બોઈસ ઉચ્ચ વર્ગના હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના નજીકના મિત્ર એવા બિહારી લાલ ભાદુરીની પૌત્રી તરીકે તેઓ કેવી રીતે પોતાને મધ્યમ વર્ગની વ્યક્તિ તરીકે ઓળખાવી શકે ? પ્રશ્નના જવાબમાં, શ્રીમતી સ્પિવાકે કહ્યું કે આ પ્રશ્નને ચર્ચાના વિષય સાથે કોઈ લેવાદેવા નથી ‘ઉ.ઈ.મ્. ડુ બોઇસનું લોકશાહીનું વિઝન.’ તેમણે આગળ કહ્યું, અને હા, હું બિહારી લાલ ભાદુરીની પૌત્રી નથી. હું માનું છું કે તે એ વ્યક્તિ હતા (હું આની ખાતરી કરી શકતો નથી) જેમણે મારા વાસ્તવિક પર દાદા (તે સમયે એક મધ્યમ-વર્ગીય પરિવાર દ્વારા ભાડે રાખવામાં આવેલ રસોઈયા)ને એક વિધવા સાથે લગ્ન કરવા કહ્યું હતું.
શ્રીમતી સ્પિવાકે ઉમેર્યું, “આકસ્મિક રીતે, મેં કહ્યું ન હતું કે ડુ બોઈસ ઉચ્ચ વર્ગના ઉચ્ચ વર્ગના વ્યક્તિ હતા. મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે તેમને ગુલામ બનાવવામાં આવ્યો ન હતા, અને ગુલામીનો અનુભવ ન હોવાથી તેઓએ માફી માંગી હતી. તૈયાર કરેલી ટિપ્પણીઓમાં, શ્રીમતી સ્પિવાકે કહ્યું કે તે તેના ઉચ્ચારણને સુધારી રહ્યા નહોતા, પ્રેક્ષકોમાંના ઘણાં અન્ય લોકોને પણ “ફ્રેન્ચના બદલે હૈતીયન”માં ડુ બોઈસના નામનો યોગ્ય રીતે ઉચ્ચાર કરવા માટે કહી રહ્યાં હતાં કારણ કે ફ્રેન્ચોએ હૈતીને વસાહત બનાવ્યું હતું. ડુ બોઇસના પિતા હૈતીયન હતા. મેં જોયેલા તમામ દસ્તાવેજો પરથી, હું માનું છું કે ‘હૈતીયન’ને ’અંગ્રેજો ’ તરીકે સાંભળવામાં આવ્યા હતાં.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.