(એજન્સી) તા.૧૪
દલિત યુવકને પોલીસ સ્ટેશન બોલાવી શોષણ કરવા અને એક તરફી કાર્યવાહી કરવાના મામલામાં પૂર્વ પોલીસ અધિકારી સહિત ત્રણની વિરૂદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહારાજગંજ જમીન વિવાદના કેસમાં બે વર્ષ પહેલા દલિત યુવકને નિચલૌલ પોલીસ સ્ટેશન બોલાવી શોષણ કરવા અને શાંતિભંગની એક તરફી કાર્યવાહી કરવી તત્કાલિન પોલીસ અધિકારી રામાજ્ઞા સિંહને ભારે પડતું દેખાઈ રહ્યું છે. પીડિતે આ મામલામાં કાર્યવાહી માટે પહેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓને માંગ કરી હતી. પરંતુ જયારે કયાંય સુનાવણી ના થઈ તો તે કોર્ટની શરણમાં ગયો. હવે કોર્ટે મામલામાં તત્કાલિન એસએચઓ રામાજ્ઞા સિંહ, કોન્સ્ટેબલ પરમહંસ ગૌડ સહિત ત્રણની વિરૂદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. પત્રકાર મુજબ પિપરા કાજી ગામના રહેવાસી પીડિત સિદ્ધાંત ગૌતમનો પોતાના ગામમાં જ વિપક્ષીઓ પાસેથી જમીન વિવાદ ચાલી રહ્યો હતો. આ જ સંબંધમાં બંને પક્ષોને ૩ જુલાઈ ર૦રરએ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા, આરોપ છે કે નીચલૌલ પોલીસે વિપક્ષીઓ સાથે મિલિભગત કરી પોલીસ સ્ટેશનમાં તેની સતામણી કરી અને ના માત્ર અપશબ્દો કહ્યા ઉપરાંત તેને લોકઅપમાં પણ બંધ કરી દીધો થોડી વાર પછી એક તરફી કાર્યવાહી કરતા શાંતિભંગનું ચલણ પણ કરી દીધું પરંતુ ચલણ રિપોર્ટમાં પોલીસે નકલી કેસ લખી ગામમાંથી વિવાદ દરમ્યાન ધરપકડ દર્શાવી દીધી.