
(એજન્સી) તા.૨૫
બાઈક ચોરીના આરોપમાં બે દિવસ પહેલા પકડાયેલ દલિત યુવકનું શુક્રવારે જિલ્લા જેલમાં મોત થયું. ગુરૂવારે રાત્રે આરોગ્ય બગડતા યુવકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન આકાશનું મોત થયું. યુવકના મૃત્યુ પછી પરિવારે ભીમ આર્મીના કાર્યકર્તાઓ સાથે હોબાળો કર્યો. આકાશના પરિવારનું કહેવું છે કે, મૃત્યુ સ્વાભાવિક ન હતું અને મામલાની તપાસ થવી જોઈએ.