(એજન્સી) તા, ૧
ઉત્તર પ્રદેશ (યુપી)ના ભદોહીમાં એક સગીર દલિત છોકરી સાથે તેના જ ઘરમાં વારંવાર જાતીય દુષ્કર્મની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. પરિવારને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેણીમાં પ્રેગ્નન્સીના લક્ષણો દેખાયા અને તેઓ તેને ડોક્ટર પાસે લઈ ગયા.
સુરિયાવા પોલીસ સ્ટેશનની પોલીસના જણાવ્યા મુજબ, ૧૭ વર્ષની છોકરી પર તેના ગામના એક વ્યક્તિ દ્વારા ઘણી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો. યુવતીના પિતાએ ગયા અઠવાડિયે સુરિયાવા પોલીસ સ્ટેશનમાં રાજુ ગુપ નામના વ્યક્તિ વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. હાલ મળતી માહિતી મુજબ, ગુનેગાર રાજુ ગુપ્તા જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે યુવતીના ઘરે આવવાનું શરૂ કરી દેતો હતો અને વારંવાર દુષ્કર્મ આચરતો હતો.
એસએચઓ રામ નગીના યાદવના જણાવ્યા અનુસાર, પોલીસે દુડવા ધર્મપુરીના રહેવાસી ૨૬ વર્ષીય ગુપ્તાની ધરપકડ કરી છે અને તેની સામે બળાત્કારનો કેસ નોંધ્યો છે. ગુપ્તા પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (ર્ઁંઝ્રર્જીં) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે ગુપ્તાની શોધ શરૂ કરી અને સુરિયાવા રેલ્વે સ્ટેશન નજીકથી તેની ધરપકડ કરી.
તેના પર ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્ગજીેૈંં (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું અને પૂછ્યું કે શું સરકાર અમારી છોકરીઓની સુરક્ષા માટે કોઈ નક્કર પગલાં લેશે ?
એ જ રીતે, માર્ચ ૨૦૨૪માં, યુપીના બલિયામાં એક દલિત મહિલા પર બળાત્કારની બીજી ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી. આરોપીઓએ તેણી પર જાતિવાદી ટીપ્પણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બળાત્કાર પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી લગનદેવ યાદવની ધરપકડ કરી છે.
ભયાનક આંકડાઓ અનુસાર, ભારતમાં દરરોજ ૧૦ દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે. વધુમાં, નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરો (દ્ગઝ્રઇમ્) એ દર્શાવ્યું છે કે દલિત મહિલાઓ સામે બળાત્કારના નોંધાયેલા કેસોની સંખ્યામાં વર્ષોથી વધારો થયો છે, જે ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં ૪૫ ટકા વધ્યો છે.