
(એજન્સી) તા.૧
જારચા ક્ષેત્રના ઉંચા અમીરપુર ગામમાં એક સમુદાયના લોકોએ વૃદ્ધ દલિત મહિલાના અંતિમ સંસ્કાર રોકી દીધા. ત્યાર પછી ગામમાં તણાવ વધી ગયો. સૂચના મળતા એસડીએમ દાદરી પોલીસની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકો સાથે વાતચીત કરી. લગભગ ત્રણ કલાક પછી સમ્મતી બનવા પર પોલીસની હાજરીમાં અંતિમ સંસ્કાર થઈ શક્યો. પોલીસ મુજબ સોમવારે રાત્રે ગામમાં જાટવ સમાજની વિમલા દેવીનું ઓચિંતું મોત થયું હતું. પરિવાર અંતિમ સંસ્કાર માટે ગામના સ્મશાનઘાટ જઈ રહ્યા હતા. પરંતુ એક સમાજના લોકોએ વિરોધ કરી અંતિમ સંસ્કાર રોકાવી દીધા. ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી. સહાયક પોલીસ કમિશનર જારચા કોતવાલી પ્રભારી અને ઉપજિલ્લાધિકારી ગામ પહોંચ્યા. લોકોએ તંત્રને જણાવ્યું કે, સ્મશાનઘાટનું સ્થળ જાટવ સમાજ માટે ચિન્હીત કરવામાં આવી હતી. પરંતુ ગામના લોકોએ સમ્મતીથી તેની પર રમતનું મેદાન બનાવવાની માંગ કરી હતી. ત્યારબાદ તંત્ર રમતનું મેદાન બનાવડાવી રહ્યું છે. તે સમયે વિરોધ કરી રહેલા સમાજના લોકોએ બીજા સ્થળે અંતિમ સંસ્કાર કરવા પર સમ્મતી વ્યક્ત કરી હતી. દોઢ મહિના પહેલાં જાટવ સમાજના પ્રેમપાલનું મોત થયું હતું તો પણ અંતિમ સંસ્કાર રોકી દેવામાં આવ્યા હતા. તે સમયે મામલતદારે સ્મશાનઘાટ માટે જમીન ચિન્હીત કરવાનું આશ્વાસન આપ્યું હતું. પ્રેમપાલનો અંતિમ સંસ્કાર જૂના જાહેર સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરીથી વિરોધ શરૂ થઈ ગયો છે. તણાવ વધવા પર અધિકારીઓએ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વાતચીત કરી અને ત્રણ કલાક પછી મહિલાના અંતિમ સંસ્કાર થઈ શક્યા.