અલ્મોડા જિલ્લામાં એક સગીર દલિત બાળકી પર બળાત્કાર થયો હતો. અહેવાલ મુજબ, જ્યારે તે છોકરી ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે એક યુવક તેને લાલચ આપી તેની સાથે લઈ ગયો હતો. આ પછી યુવકે સગીર પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ ર્ઁંઝ્રર્જીં અને એસસીએસટી એક્ટ હેઠળ કેસ નોંધીને તેને જેલમાં મોકલી દીધો છે
(એજન્સી) અલ્મોડા, તા.૫
તાડીખેત વિકાસ વિભાગના એક ગામની ગરીબ દલિત સગીર છોકરી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. દલિત સગીર યુવતીના પિતાએ પટવારી પોસ્ટમાં ફરિયાદ આપી હતી કે તેમની યુવતી પર યુવક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. કેસની તપાસ કરી રહેલા નાયબ તહસીલદાર હેમંત મહારાએ જણાવ્યું કે, યુવક વિરુદ્ધ ર્ઁંઝ્રર્જીં અને એસસીએસટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ મોકલી દીધો છે.
રેવન્યુ પોલીસના જણાવ્યા અનુસાર, સગીરના પિતા પટવારી ચોકી પર આવ્યા હતા અને ૨૯ જૂનના રોજ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સગીર પુત્રી ૨૮ જૂનના રોજ ખેતરમાં કામ કરી રહી હતી. આ દરમિયાન એક યુવક ત્યાં આવ્યો અને તેને લાલચ આપી પોતાની સાથે લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ ઘરે આવ્યા બાદ તેના પરિવારને આ અંગે જાણ કરી હતી.
અહેવાલ અનુસાર, આરોપી યુવક તાડી ખેતના પૌડા કોઠાર ગામનો રહેવાસી છે. મામલાની ગંભીરતા જોઈને રેવન્યુ પોલીસે તાત્કાલિક નામાંકિત આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી હતી. રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર વિનોદ ટોલિયા, પ્રદીપ બીજલવાન, પીઆરડી જવાન રાજેન્દ્ર આરોપીની ધરપકડ કરનારી ટીમમાં સામેલ હતા.