રોકાણ ઇઝરાયેલમાં અરબ સમુદાયોના વિકાસને ટેકો આપવા અને આર્થિક તકોને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે
(એજન્સી) તા.૧૫
યુનાઇટેડ અરબ અમીરાત (UA)ના કૃષિ અને ખાદ્ય સુરક્ષા મંત્રાલય ઇઝરાયેલમાં અરબ સમુદાયોમાં કૃષિ અને કૃષિ માળખાગત સુવિધાઓને વધારવા માટે ૧ કરોડ શેકેલ (૨૭ લાખ ડોલર)નું રોકાણ કરશે.
આ રોકાણ અરબ સમુદાયોના વિકાસને ટેકો આપવા અને આર્થિક તકોને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.
આમાં કૃષિ રસ્તાઓનું રિનોવેશન સિંચાઈ પાઈપલાઈનનું બાંધકામ અને સમારકામ, કૃષિ કચરાના નિકાલ માટે સંપૂર્ણ ઉકેલો પશુધન ઇમારતોનું આયોજન અને અપગ્રેડેશન વગેરેનો સમાવેશ થાય છે.
આ રોકાણ યોજના ઇઝરાયેલના અરબ ક્ષેત્રના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે બહુ-વર્ષીય પહેલનો એક ભાગ છે. રોકાણનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલ પણ તેના કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપી રહ્યું છે.