Downtrodden

શ્રાવસ્તી સમાચાર : ‘મને રાત્રે ઊંઘ નથી આવતી, મને ડર લાગે છે….’, શ્રાવસ્તીમાં દલિત કિશોરીને પેશાબ પીવડાવવાનો મામલો બહાર આવ્યો

અમે ડર અને આતંકને કારણે રાત્રે સૂઈ શકતા નથી, અમને ડર છે કે તે લોકો રાત્રે ફરીથી અમારા ભાઈઓને મારવા આવશે, જો આપણે તે સમયે જાગીશું, તો અમે ચોક્કસપણે એલાર્મ વગાડી શકીશું જેથી અમારા ભાઈઓ ઘરની બહાર દોડી શકે અને તેમનો જીવ બચાવી શકે. આ શબ્દો દલિત સંજુ દેવીના છે, જેમના નાના ભાઈને તેના જ ગામના ત્રણ હુમલાખોરોએ બંદૂકની અણી પર માર માર્યો હતો અને તેમનો પેશાબ પીવડાવ્યો હતો. પોલીસ અધિક્ષકની દરમિયાનગીરી બાદ ઘટનાના ૯ દિવસ પછી આ બાબત પર રિપોર્ટ લખવામાં આવ્યો હતો

(એજન્સી) શ્રાવસ્તી, તા.૧૬
જ્યારે પત્રકારો, રામપુર ત્રિભૌના જિલ્લા શ્રાવસ્તીમાં પીડિત પ્રદીપ કુમાર પાસવાન (૧૫ વર્ષ)ના ગામ પહોંચ્યા ત્યારે ગામમાં એક અજીબ મૌન છવાઈ ગયું હતું. જ્યારે તેઓ પીડિતાના ઘરે પહોંચ્યા તો પીડિતના પિતા ઈન્દ્રસેન પાસવાન અને તેની માતા ઈન્દુ દેવી પાસવાન એક ઝૂંપડીમાં શાંતિથી બેઠા હતા અને પીડિત ભેંસને ચારો ખવડાવી રહ્યો હતો. પીડિતનો પરિવાર મજૂરી કામ કરીને ઘર ચલાવે છે. આ ગામમાં ઉચ્ચ જ્ઞાતિઓનું વર્ચસ્વ છે. દલિતોના માત્ર ૪-૬ ઘર છે. તેઓ બધા તેમના પૂર્વજોના સમયથી ત્યાં રહે છે. પીડિત દલિત પરિવાર પાસે કાગળ પર ૩૨ વીઘા જમીન છે, પરંતુ લગભગ ૨૫ વીઘા જમીન નદીમાં વહી ગઈ છે, તેથી આ પરિવાર પાસે ૭ વીઘા જમીન બાકી છે. પ્રદીપ અને તેના મોટા ભાઈ ચંદ્ર પ્રકાશને મજૂરી કરીને કમાતા પૈસા પર ગુજરાન ચલાવવું પડે છે.
મંદિર પર બંદૂક મૂકીને તેને પેશાબ પીવડાવવામાં આવ્યો હતો.
ઘટનાના દિવસે, મુન્ની લાલનો ડીજે કિશન તિવારીની જગ્યા પર બુક કરવામાં આવ્યો હતો અને ડીજે પહોંચાડવાની જવાબદારી પ્રદીપની હતી, કારણ કે તે ઓપરેટર તરીકે કામ કરી રહ્યો હતો. પ્રદીપે જનરેટર પહોંચાડ્યું પરંતુ સોડિયમ લાઈટ રાખવાની રહી ગઈ હતી. ત્યારે રસ્તામાં દિલીપ મિશ્રા અને સત્યમ તિવારી પલ્સર મોટરસાઈકલ પર આવ્યા અને પ્રદીપને રોકીને બિયરની બોટલમાં તેમણે પેશાબ કર્યો. તેઓએ તેને પેશાબ પીવડાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેણે ના પાડી તો તેણે તેને થપ્પડ મારી દીધી અને દિલીપે પિસ્તોલ કાઢીને તેના માથા પર મૂકી દીધી. સત્યમ અને કિશને તેને પકડી લીધો અને બળજબરીથી તેના મોઢામાં બોટલ ભરીને પેશાબ પીવડાવ્યો હતો. ખરેખર, દિલીપ પ્રદીપથી નારાજ હતો કારણ કે એક દિવસ દિલીપ પાન મસાલો ખાધા પછી દલિત બાળકો પર થૂંકતો હતો, તે જોઈને પ્રદીપે તેનો વિરોધ કર્યો હતો. ૯મી જુલાઈના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રદીપના મોટા ભાઈ ચંદ્ર પ્રકાશ પાસવાને ૧લી જુલાઈના રોજ ગીલૌલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના અંગે લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ ગીલૌલા પોલીસ સ્ટેશનની પોલીસે એક અઠવાડિયા સુધી ફરીયાદ નોંધી નહોતી. ત્યારબાદ, લગભગ એક અઠવાડિયા પછી, પીડિતએ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ચૌરસિયાને બીજી અરજી આપી હતી. પોલીસ અધિક્ષકની દરમિયાનગીરી બાદ, ૯મી જુલાઈના રોજ દિલીપ મિશ્રા, સત્યમ તિવારી અને કિશન તિવારી વિરૂદ્ધ કલમ ૧૧૫ (૨), ૩૫૧, ૩૫૨ (દ્ગજીછ) અને અનુસૂચિત જાતિ/જનજાતિ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતનો પરિવાર ઘરની બહાર નીકળી રહ્યો નથી. પીડિત પ્રદીપ કહ્યું કે, જ્યારથી આ ત્રણેયને જેલથી બાહર છોડવામાં આવ્યા છે ત્યારથી અમે ક્યાંય બહાર જઈ શકતા નથી, કારણ કે તે લોકોએ ધમકી આપી છે કે જો બંને ભાઈઓ ક્યાંય જોવા મળશે તો તેમને ગાયબ કરી દેવામાં આવશે. ડરના કારણે અમે શાંતિથી ખાઈ શકતા નથી. અમારી માતા ખૂબ રડે છે. તેણીને ડર હતો કે જો અમને કંઈક થયું તો અમારા વૃદ્ધ પિતા જેઓ ઘણીવાર બીમાર રહે છે તે કંઈ કરી શકશે નહીં અને અમારા પરિવારની સંભાળ કોણ લેશે. આરોપીના પિતાએ કહ્યું- અમને ફસાવી દેવામાં આવ્યા છે. આ અંગે જ્યારે આરોપી દિલીપ મિશ્રાના મોટા પિતા બદલુ રામ મિશ્રાને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના બાળકોને આવું કૃત્ય ન કરવા માટે કેમ સમજાવતા નથી તો તેમણે કહ્યું કે અમને ફસાવી દેવામાં આવ્યા છે. આ રાજકીય હરીફાઈનો મામલો છે.
પોલીસ અધિક્ષક ઘનશ્યામ ચૌરસિયાએ કહ્યું કે, પીડિતનો એક વીડિયો વાઈરલ થયો હતો, જે કોઈએ મને બતાવ્યો, જેને જોઈને હું ચોંકી ગયો, કારણ કે મામલો ખૂબ જ ઘૃણાસ્પદ હતો અને આરોપ ખૂબ જ ઘૃણાસ્પદ હતો. વાયરલ વિડીયો જોતાની સાથે જ અમે ફરિયાદ નોંધી અને ત્રણ ટીમ બનાવી અને આરોપીઓની ધરપકડ કરી અને ૬ કલાકની અંદર જેલમાં મોકલી દીધા હતા. પરંતુ આરોપીઓ હાલ જેલની બહાર છે. પીડિતની સુરક્ષા અંગે તેમણે કહ્યું કે જો કોઈ ફરિયાદ મળશે તો સુરક્ષા પણ આપવામાં આવશે. જીઝ્ર/જી્‌ કમિશને દલિત કિશોર સાથેની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ૨૯ જુલાઈ સુધીમાં તપાસ રિપોર્ટ સહિત તમામ રેકોર્ડ મંગાવ્યા છે.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.