(એજન્સી) તા.૧૬
એક ૨૦ વર્ષીય દલિત વ્યક્તિએ કથિત રીતે તેના એમ્પ્લોયર અને તેના સહયોગીઓ દ્વારા માર મારવામાં આવ્યા બાદ પોતાને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી.
પોલીસે જણાવ્યું કે ૬ જુલાઈના રોજ કમલકાંતે તેના એમ્પ્લોયર પ્રમોદ ઉર્ફે પપ્પુ પાસેથી લોન ચૂકવવા માટે ૬૦,૦૦૦ રૂપિયા એડવાન્સ માંગ્યા હતા.
પોલીસ સુપ્રીટેન્ડન્ટ (ગ્રામીણ) રણવિજય સિંહે જણાવ્યું કે પ્રમોદે તેના સહયોગીઓ સાથે મળીને કમલકાંતને બંધક બનાવીને માર માર્યો હતો. આ ઘટનાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
સિંહે જણાવ્યું કે જ્યારે તે મંગળવારે રાત્રે ઘરે પરત ફર્યો ત્યારે તેણે પોતાની જાતને આગ લગાવી દીધી હતી. તે સમયે તેનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. સિંહે કહ્યું કે પરત ફર્યા પછી તેણે પોલીસને જાણ કરી અને ગુરૂવારે પ્રમોદ અને તેના ભાગીદારો ભૂરા, ભોલુ, અર્જુન અને અનુજ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો. સિંહે જણાવ્યું કે અનુજની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.