
(એજન્સી) તા.૧૮
ઓકટોબરથી ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ૫૦૦ આરોગ્ય કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે, જેમાં ઘણા નિષ્ણાત ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે.
સમાચાર એજન્સી અનુસાર મૃત્યુ પામ્યા નિષ્ણાત ડોક્ટરોમાં ઘાની સંભાળમાં નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન, એક પુનર્નિર્માણ સર્જન, એક પ્રસૂતિવિજ્ઞાની/સ્ત્રીરોગવિજ્ઞાની, એક ઓર્થોપેડિક સર્જન, એક પ્રજનન ડોક્ટર અને ગાઝામાં એકમાત્ર લિવર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટરનો સમાવેશ થાય છે.
ઘાના પુનઃ નિર્માણમાં વિશેષતા ધરાવતા પ્લાસ્ટિક સર્જન હસન હમદાનની આ મહિનાની શરૂઆતમાં તેમના પરિવારના ૧૨ સભ્યો સાથે હત્યા કરવામાં આવી હતી જ્યારે તે ગાઝા પર ઇઝરાયેલના નરસંહાર યુદ્ધ દરમિયાન મદદ કરવા માટે નિવૃત્તિમાંથી બહાર આવ્યા હતા. તેમના પુત્ર ઓસામા હમદાન, એક ઓર્થોપેડિક સર્જન, નાસેર હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં ફરજ પર હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો. તેમની પત્ની અને બે પુત્રો – ત્રણ અને પાંચ વર્ષની ઉંમરના મૃત્યુ પામેલા લોકોમાં હતા. તેમણે જણાવ્યું કે, ‘વિસ્ફોટ જોરદાર હતો, તેથી હું મારા બાળકો અને તેમની માતાના શરીરના અમુક ભાગો જ એકત્રિત કરી શક્યો.’