
પેરિસ ઓલિમ્પિકમાં મેડલની સૌથી મોટી આશા નીરજ ચોપડા છે
પેરિસ ઓલિમ્પિક શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતના ૧૧૩ એથ્લીટ્સ આ ઈવેન્ટમાં ઊતરશે. તેમાં મેડલની સોથી મોટી આશા નીરજ ચોપડા છે. એક સમય નીરજના મેદસ્વીતાના કારણે તેનો પુરો પરિવાર પરેશાન હતો પણ હવે તે દેશનો સૌથી મોટો એથ્લીટ છે. પાણીપતથી ૧૪ કિમી દૂર ખંડરા ગામ જ્યાં નીરજ ચોપડાએ ભારત માટે એથ્લેટિક્સમાં પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકના ઝેવિલન થ્રો ઈવેન્ટમાં ૮૭.પ૮ મીટરના થ્રો સાથે નીરજે ઈતિહાસ રચી દીધો હતો. ઝેવલીન થ્રોઅર નીરજ આ વખતે પણ ભારત માટે ગોલ્ડની સૌથી મોટી આશા છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદથી નીરજે પાછળ વળીને જોયું નથી. ર૦ર૩માં બુડાપેસ્ટમાં તેણે વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ પર કબજો કર્યો હતો. એશિયન ગોલ્ડમાં પણ નીરજે દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. ભારતીય સેનામાં સુબેદાર નીરજ ચોપડા ઝેસીઓના પદ પર છે.
નીરજ ચોપડા પોતાની દાદીનો લાડલો હતો. સ્કૂલે પરત ફરતી વખતે તેને મલાઈ ખવડાવતા અને દૂધ પીવડાવતા હતા. ૧ર વર્ષની ઉંમરમાં ૮પ કિલો વજન થઈ ગયું હતું. જેના કારણે તેના પરિવારજનો ઘણા પરેશાન થઈ ગયા હતા પછી તેના કાકા નીરજને પાણીપતની શિવાજી સ્ટેડિયમ લઈને ગયા જ્યાં નીરજને ભાલા ફેંક વિશે જાણવા મળ્યું. અરીંયાથી જ તેને આ રમતનો શોખ લાગ્યો. તેણે પહેલીવારમાં રપ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી નીરજે પાછળ વળીને જોયું નથી. આ વાત ર૦૧૧ની છે. ર૪ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ નીરજનો જન્મ થયો. ઈન્ટર યુનિવર્સિટીમાં રેકોર્ડ બનાવ્યા બાદ નીરજ ચોપડાએ અન્ડર-૧૯ ચેમ્પિયનશીપમાં તિરંગો લહેરાવ્યો. ર૦૧૬માં તેણે ૮૬.૪૮ મીટરનો રેકોર્ડ થ્રોની સાથે ગોલ્ડ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતતા પહેલા તેણે ર૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ કબજે કર્યો હતો. ર૦ર૩ની ડાયમન્ડ લીગ ફાઈનલ્સમાં તે બીજા સ્થાને રહ્યો હતો. નીરજ ચોપડાને લાંબા વાળનો ઘણો શોખ છે. બાળપણથી તે અભ્યાસ માટે નહીં પણ લાંબા વાળના કારણે ધોલાઈ થતી હતી. આ સાથે જ તેને ગીતો સાંભળવાનો પણ શોખ છે. નીરજને કાર અને મોબાઈલનો પણ શોખ છે. એપલનું નવું મોડલ આવતાની સાથે જ તે ફોન બદલી નાંખે છે. જ્યારે નીરજે રમવાનું શરૂ કર્યું તો સવા લાખની એક ઝેવલીન આવતી હતી. ત્યારે પુરા પરિવારે મળીને આનો ખર્ચ ઉઠાવ્યો હતો. આના માટે ઘરખર્ચ ઓછો કરી દીધો હતો. નીરજના ઘરમાં બધા ખેતી કરે છે. નીરજ ચોપડા રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી શક્યો ન હતો. ર૦૧પમાં બાસ્કેટબોલ રમતી વખતે તે પડી ગયો હતો. ઈજાના કારણે તે લગભગ ચાર મહિના સુધી રમતથી દૂર હતો. વજન પણ વધી ગયું હતું. પુનરાગમન બાદ તેણે વજન ઓછું કર્યું અને પછી ઈન્ડિયા કેમ્પમાં પસંદગી થઈ તો પટિયાલામાં રહ્યો. ર૦૧૬માં રિયો ઓલિમ્પિક પહેલા તાવ હતો જેના કારણે પાછળ રહી ગયો હતો. નીરજ ચોપડા વધુ સમય વિદેશમાં જ રહે છે. ત્યાં જ તે ટ્રેનિંગ કરે છે. અનેક વખત તો ૧પ-ર૦ દિવસ સુધી પરિવાર સાથે તેની વાત થઈ શકતી નથી. એક ઈન્ટરવ્યુમાં તેના પરિવારના સભ્યએ કહ્યું હતું કે ઓલિમ્પિકની તૈયારી આવી જ રીતે નથી થતી. ગમે તેટલી યાદ આવે અથવા ગમે તેટલું જરૂરી કામ હોય અમે નિયમ બનાવી રાખ્યો છે કે કોઈ તેને ડિસ્ટર્બ નહીં કરે જ્યારે શરૂઆતમાં બધાથી દૂર રહેવા લાગ્યો તો તેની માતાને ઘણી યાદ આવતી હતી પણ તેમને સમજાવ્યું કે વધારે લાડ બતાવશે તો રમી નહીં શકે.