
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
વર્તમાન યુગમાં પ્રચલિત માનવાધિકાર સંબંધી અવધારણાઓ અને વિચારધારાઓનો ઈતિહાસ અધિક પુરાનો નથી. આધુનિક સમાજશાસ્ત્રીઓનો વિચાર છે કે બીજા વિશ્વયુદ્ધ પછી સામાજિક અન્યાય અને અત્યાચારથી વિચલિત થઈને લોકોએ એક એવો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો છે જે મનુષ્યને સામાજિક વિવાદોથી મુક્તિ અપાવી શકે અને માનવ સમાજમાં ન્યાય અને શાંતિ સ્થાપિત થઈ શકે. આ માર્ગ અંધશ્રદ્ધાથી મુક્તિ, જ્ઞાનોદય, પ્રજ્ઞાવાદ અને ધર્મનિરપેક્ષતાનો હતો. તેનો ધ્યેય એવી સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કરવાનો હતો જે ધર્મ અને જાતિના આધારે એક વર્ગને બીજાની ઉપર શ્રેષ્ઠ ન સમજે. જે પ્રત્યેક વર્ગ અને સમુદાયના અધિકારોનો આદર કરતા હોય. આ જ કારણે ઈ.સ. ૧૯૪૮ની તા.૧૦મી ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની જનરલ એસેમ્બલી(મહાસભા) દ્વારા માનવાધિકારનો એક મહત્ત્વપૂર્ણ ઘોષણા પત્ર પસાર કરવામાં આવ્યો જેના દ્વારા પ્રત્યેક મનુષ્યને મૌલિક અધિકારોનું નિર્ધારણ થયું.
જો કે આ સંબંધમાં ઈસ્લામી શિક્ષાઓનું અધ્યયન કરવામાં આવે તો આ જાણવા મળે છે કે ઈસ્લામે માનવતાને જીવન વિતાવવા જેવી નિયમાવલી પ્રદાન કરી હતી અને તે નિયમાવલીને અનુરૂપ અંતિમ ૫યગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે સામૂહિક ઉન્નતિનું જે ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું તેનું મહત્ત્વ આજના યુગમાં પણ જળવાઈ રહ્યું છે.
ઈસ્લામી શિક્ષાઓથી જાણવા મળે છે કે તે મનુષ્યને સામાજિક જીવન વ્યતીત કરવાની શિક્ષા આપે છે. આ જ કારણે તે સમાજના તમામ લોકોનો એકબીજા પર અધિકાર બતાવ્યો છે જેથી કરીને તેના નિર્વાહ દ્વારા સમાજમાં ન્યાય અને શાંતિની સ્થાપના થઈ શકે. આ જ સંદર્ભમાં જો જોવામાં આવે તો ઈસ્લામની તમામ ઈબાદતો વ્યક્તિગત નહીં રહીને સામૂહિક રાખવામાં આવી છે અને તેને સામૂહિક રીતે પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઈસ્લામમાં મૌલિક વિશ્વાસ અને ઈબાદતો પછી જેે વાતને સૌથી મહત્ત્વપૂર્ણ બતાવવામાં આવી છે તે મનુષ્યનું વ્યવહારિક જીવન છે અને આ બંનેના પ્રભાવથી મનુષ્યનું વ્યવહારિક જીવન ઠીક થઈ જાય છે.
ઈસ્લામી શિક્ષાઓ દ્વારા સમાજમાં રહેતી પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય અને અધિકાર નિર્ધારિત કરવામાં આવ્યા છે અને તેના નિર્વાહ માટે પણ તેને પ્રેરિત કરવામાં આવ્યા છે જેથી કરીને પ્રત્યેક વ્યક્તિને તેનો અધિકાર પ્રાપ્ત થઈ જાય અને સમાજમાં ન્યાય તેમજ શાંતિની સ્થાપના થઈ શકે.
ઈસ્લામે બાળકો, મહિલાઓ, માતા-પિતા, પાડોશીઓ, સગા-સંબંધીઓ, તમામ મુસલમાનો અને સમસ્ત માનવજાતિ ઉપરાંત જીવિત તથા અજીવિત (મૃત) વસ્તુુઓ તેમજ સ્વયં પોતાની જાતના અધિકારોનું નિર્ધારણ કરીને તેનો સંપૂર્ણપણે ઉલલેખ કરવામાં આવ્યો છે. આ વાતનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ પયગમ્બર હઝરત મોહમ્મદ(સ.અ.વ.) સાહેબનું તે વ્યાખ્યાન છે જે તેમણે ઈ.સ.૬૩રમાં પોતાની હજના પ્રસંગે આપ્યું હતું. આ સંદેશ માનવ એકતાનું એક એવું સાર્વભૌમિક ઘોષણાપત્ર છે, જેને માનવ સંસ્કૃતિના આધ્યાત્મિક, બૌદ્ધિક અને રચનાત્મક પ્રગતિનો પ્રકાશસ્તંભ કહેવામાં આવી શકે છે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)