
(એજન્સી) તા.૨૭
એક અહેવાલ અનુસાર CIAના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ રવિવારે ઇટાલીની રાજધાની રોમમાં ઇઝરાયેલ કતાર અને ઇજિપ્તના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. છર્ટૈજ ન્યૂઝ વેબસાઈટે અનામી અમેરિકન અને ઈઝરાયેલના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ બેઠકનો હેતુ વાટાઘાટોને આગળ વધારવા મતભેદોને ઉકેલવા અને ગાઝામાં ફાઈનલ યુદ્ધવિરામ કરાર માટે માર્ગ મોકળો કરવાનો છે.
બર્ન્સ કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-થાની, મોસાદના ડાયરેક્ટર ડેવિડ બર્નેઆ અને ઇજિપ્તના જાસૂસ વડા અબ્બાસ કામેલ સાથે મુલાકાત કરશે. આવો એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો. શુક્રવાર બપોર સુધીમાં કોઈ સત્તાવાર સૂત્રોએ આ અહેવાલને સમર્થન કે નકારી કાઢ્યું નથી. ઇજિપ્તની સરકાર સાથે સંકળાયેલા અલ-કૈરા ન્યૂઝ ચેનલે એક અનામી હાઈ-પ્રોફાઇલ સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, “આ બેઠક યુદ્ધવિરામ કરાર સુધી પહોંચવા માટે મધ્યસ્થીઓના પ્રયાસોનો એક ભાગ છે.” સ્ત્રોતે વધુ વિગતો આપવામાં આવી ન હતી પરંતુ જણાવ્યું હતું કે ઇઝરાયેલના મોસાદના વડા ડેવિડ બાર્નેઆ બેઠકમાં ભાગ લેશે.
ઇઝરાયેલી વાટાઘાટોકારો રોમમાં પ્રગતિ માટે આશાવાદી નથી. કારણ કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ કોઈ વાત સમજવા માગતા નથી અને તેમની માગણીઓ વધતી જઈ રહી છે એવા સમયે જ્યારે બાઈડેન ખુદ આ મામલે દબાણ કરી રહ્યા છે.
નેતાન્યાહુ એક એવો સોદો ઇચ્છે છે જે મેળવવો અશક્ય છે,” એક ઇઝરાયેલી અધિકારીએ છર્ટૈજને જણાવ્યું હતું. નેતાન્યાહુ હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને ગુરૂવારે બિડેન સાથે તેમની નવી માંગણીઓ અંગે ચર્ચા કરી હોવાના અહેવાલ છે. ગુરૂવારે ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે રોમમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી.