(એજન્સી)હૈદરાબાદ, તા.૧
એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, જેણે એક અઠવાડિયા પહેલા કાર્યસ્થળ પર કથિત ઉત્પીડનને કારણે જંતુનાશકોનું સેવન કર્યું હતું, તેનું ૭ જુલાઈ રવિવારના રોજ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
૩૮ વર્ષીય શ્રીરામુલા શ્રીનિવાસ ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના અસવારોપેટ પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો.
તેના ઉચ્ચ અધિકારી અને ચાર સાથીદારો દ્વારા ત્રાસ સહન ન થતાં તેણે ૩૦ જૂને મહબૂબાબાદ ખાતે જંતુનાશક દવા પીધી હતી.
જીૈંનું વહેલી સવારે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. વારંગલ જિલ્લાનો વતની, તેના પરિવારમાં તેની પત્ની, સાત વર્ષની પુત્રી અને પાંચ વર્ષનો પુત્ર છે.
એક મેજિસ્ટ્રેટે દલિત પોલીસ અધિકારીનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે આત્મહત્યાના પ્રયાસના કારણો સમજાવ્યા હતા.
શ્રીનિવાસની પત્ની કૃષ્ણવેનીની ફરિયાદ પર પોલીસે સર્કલ ઈન્સ્પેક્ટર (ઝ્રૈં) જિતેન્દ્ર રેડ્ડી, કોન્સ્ટેબલ, સન્યાસી નાયડુ, સુભાની, શેખર અને શિવા નાગરાજુ સામે કેસ નોંધી લીધો છે. તેઓ બધા પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
જીૈંના પરિવારનો આરોપ છે કે ઝ્રૈં અને અન્ય ચાર લોકોએ તેમને ભ્રષ્ટ અધિકારી તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેની વિરૂદ્ધ અખબારોમાં સમાચાર પણ પ્રકાશિત થયા હતા. કથિત રીતે તેની સામે બે ચાર્જ મેમો આપવામાં આવ્યા હતા.
શ્રીનિવાસની આ વર્ષે ફેબ્રુઆરીમાં માનુગુરૂ પોલીસ સ્ટેશનથી અસવારોપેટ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.
દલિત સંગઠનોએ જીૈંના મોત માટે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
માલા મહાનડુના પ્રદેશ પ્રમુખ પિલ્લી સુધાકરે જણાવ્યું હતું કે, પોલીસ તંત્રમાં દલિત અધિકારીઓ સામે ઉત્પીડન અને ભેદભાવ વધ્યા છે.
દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ ઝ્રૈં જિતેન્દ્ર રેડ્ડીની બદલી કરી દીધી છે. તેઓ મહાનિરીક્ષકના કાર્યાલય સાથે જોડાયેલા હતા. જીઁ કચેરીમાં ચાર કોન્સ્ટેબલને પણ જોડવામાં આવ્યા છે.