(એજન્સી) તા.૩
મીડિયા અહેવાલ અનુસાર,સુદાનના આર્મી ચીફ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાને ગઈકાલે તેમણે પૂર્વી સુદાનમાં જે સૈન્ય મથકની મુલાકાત લીધી હતી ત્યાં તેમની મુલાકાત દરમ્યાન તેમના પર કરવામાં આવેલ ડ્રોન હુમલા બાદ ઉશ્કેરણીજનક સ્વરમાં પ્રહાર કરતા કહ્યું, “અમે પીછેહઠ કરીશું નહીં, અમે હાર માનીશું નહીં, અને અમે વાટાઘાટો કરીશું નહીં.” સૈન્ય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુદાનના રાતા સમુદ્ર રાજ્યમાં સૈન્યની ડી ફેક્ટો રાજધાની પોર્ટ સુદાનથી લગભગ ૧૦૦ કિલોમીટર (૬૨ માઇલ) દૂર ગીબેટ આર્મી બેઝ પર ગ્રેજ્યુએશન સમારોહમાં હુમલો થયો હતો અને તેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. સાક્ષીઓએ પુષ્ટિ કરી કે ગઈકાલે સવારે જ્યારે ડ્રોન ત્રાટક્યું ત્યારે અલ-બુરહાન બેઝ પર હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ સૈનિકો સાથે વાત કરવા આ વિસ્તારમાં રહ્યા હતા જે અગાઉના અહેવાલો કે તે પોર્ટ સુદાન જવા રવાના થયા હોવાના અહેવાલોથી તદ્દન વિપરીત અહેવાલ હતા. યુદ્ધમાં સેનાના પ્રતિસ્પર્ધી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)ના નેતાના સલાહકારે હુમલા માટે અર્ધલશ્કરી દળ જવાબદાર હોવાનો ઇન્કાર કર્યો હતો. અલ-બુરહાન, જેમના વિદેશ મંત્રાલયે ઓગસ્ટમાં મંત્રણા માટે યુએસ આમંત્રણને શરતી રીતે સ્વીકાર્યું હતું, તેમણે હુમલા પછી સૈનિકોને કહ્યુંઃ “અમે પીછેહઠ કરીશું નહીં, અમે હાર માનીશું નહીં અને અમે કોઈપણ સંસ્થા કે વ્યક્તિ સાથે વાટાઘાટો કરીશું નહીં.” તેમણે ઉમેર્યું કે,”અમે ડ્રોનથી ડરતા નથી, અમે ત્યારે જ મરીએ છીએ જ્યારે ભગવાનની યોજના હોય.” સૈન્ય દ્વારા શેર કરાયેલ ફૂટેજ કે જે કહે છે કે ગ્રેજ્યુએશન સમારોહ પછી અલ-બુરહાન “એક સૈન્ય, એક લોકો”ના નારા લગાવીને, નાગરિકોને ઉત્સાહિત કરી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે આ ફૂટેજ ગીબેટમાં ફિલ્માવવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસમાં, સુદાનના દક્ષિણી વ્હાઇટ નાઇલ રાજ્યમાં કોસ્ટી, રબાક અને કેનાના તેમજ રાજધાનીના ઉત્તરમાં આવેલા અલ-ડેમર પર ડ્રોન હુમલા થયા છે.
આરએસએફએ હુમલા બાબતે કોઈ ટિપ્પણી કરી નથી : સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ અને મીડિયા દ્વારા ચકાસાયેલ પહેલા એક વિડિયોમાં વિસ્ફોટનો અવાજ સંભળાય તે પહેલાં સૈનિકો સ્નાતક સમારંભમાં કૂચ કરતા દર્શાવવામાં આવ્યા છે. બીજામાં ધૂળના વાદળો અને સંખ્યાબંધ લોકો દોડી રહ્યા છે. સ્નાતક અધિકારીઓના ઘણા પરિવારો હાજર હતા એવું જણાવીને એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે,”અમે અચાનક વિસ્ફોટના અવાજો સાંભળ્યા અને દરેક જણ ડરી ગયા.”