(એજન્સી) તા.૬
આયરિશ હોમ રૂલનો ઇતિહાસ શું દર્શાવે છે ? આ સર્વવિદિત છે કે, ઉલ્સ્ટર અને દક્ષિણી આયરલેન્ડના પ્રતિનિધિઓની વચ્ચે મંત્રણા દરમ્યાન દક્ષિણી આયરલેન્ડના પ્રતિનિધિ રેડમંડે ઉલ્સ્ટરને હોમ રૂલમાં લાવવા માટે બંધારણ પૂરા આરયલેન્ડમાં સમાને ઉલ્સ્ટરના પ્રતિનિધિઓને જણાવ્યું કે, ‘તમે જે પણ રાજનૈતિક સુરક્ષા ઇચ્છો છો, તેમને પૂછો અને તમને તે મળી જશે.’
ઉલ્સ્ટરના લોકોએ શું જવાબ આપ્યો ? તેમનો જવાબ હતો, ‘તમારી સુરક્ષાને ધિક્કાર છે, અમે કોઈપણ શરત પર તમારા દ્વારા શાસિત નથી થવા ઇચ્છતા.’ જે લોકો ભારતમાં લઘુમતીઓને દોષી ગણાવે છે, તેમણે આ વિચારવું જોઈએ કે જો લઘુમતીઓને ઉલ્સ્ટર જેવું વલણ અપનાવ્યું હોત તો બહુમતીઓની રાજનૈતિક આકાંક્ષાઓ શું હોત.
જો આપણે હિન્દુ ઉચ્ચ જાતિ દ્વારા બનાવવામાં આવેલા અનામતની આજુબાજુ પ્રચલિત રાજનૈતિક આપ્યા નથી. અલગ ગંભીરતાથી જોઈએ તો બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા ઉપરોક્ત ઉદાહરણ આપણને ભારતમાં અનામતની ઉત્પતિ તરફ લઈ જાય છે, ના કે માત્ર કલ્યાણકારી ઉપાયો તરીકે, પરંતુ આધુનિક ભારતીય રાજ્ય અને લઘુમતી તરીકે અનુસૂચિત જાતિઓની વચ્ચે મુખ્ય વાતચીત તરીકે. પ્રશ્ન એ છે કે, શું ભારતીય રાજ્યએ આ વાતચીતને પૂરી કરી છે ? એસસી અને એસટીની દયનીય સ્થિતિને જોતા કોઈપણ ન્યાયનો સમર્થક ભાજપ રાજ્યનું વલણ નહીં અપનાવે. સાચા અર્થમાં કોઈને સરકાર અને ન્યાયપાલિકા બંનેને પ્રશ્ન કરવો જોઈએ. શું ભારતીય રાજ્ય પોતાના સૌથી હાંશિયા પર પડેલા લોકોને કરવામાં આવેલા પોતાના લોકતાંત્રિક વચનને નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે ? વધુ પડતા દલિત ભૂમિહીન કેમ છે ? માત્ર ૯ ટકા દલિત કૃષિ ભૂમિ પર કામ કરે છે. એકમાત્ર બ્રાહ્મણ સમુદાય રાષ્ટ્રીય આવકના ૪૮ ટકા અને અન્ય ઉચ્ચ જાતિ સમુદાય રાષ્ટ્રીય સરેરાશ આવકથી ૪૫ ટકાથી વધુ પર એકાધિકાર કેમ કરે છે. ? કેન્દ્રીય મંત્રાલયોમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અનામત શ્રેણીમાં ખાલી પદોની સંખ્યામાં પાછલા કેટલાક વર્ષોમાં ઘણી વૃદ્ધિ કેમ થઈ છે ? એસસી/એસટી શ્રેણીમાં ૫૦ ટકાથી વધુ પદ ખાલી કેમ છે ? ૬૫ ટકાથી વધુ કોર્પોરેટ બોર્ડના સભ્ય એક જ ઉચ્ચ જાતિ સમૂહથી કેમ છે ? આ પ્રશ્નોના જવાબ શોધવાના સ્થાને સુપ્રીમ કોર્ટે કેટલાક કાલ્પનિક રીતે અગ્રણી, પ્રમુખ એસસી સમુદાયોના આધારે નિર્ણય સંભળાવ્યો છે. જે કોઈપણ દસ્તાવેજ અથવા સત્તાવાર દસ્તાવેજ પર હાજર નથી.