(એજન્સી) તા.૭
ઇઝરાયેલી કબજેદાર દળોએ ગાઝા પટ્ટીમાં હુમલામાં વધુ ૨૪ પેલેસ્ટીનીઓને મોતને ઘાટ ઉતાર્યા. આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબર ૨૦૨૩થી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૩૯,૬૭૭ થયો છે. મંત્રાલયના એક નિવેદનમાં ઉમેર્યું હતું કે, હુમલામાં લગભગ ૯૧,૬૪૫ અન્ય ઘાયલ થયા છે. મંત્રાલયે ઉમેર્યું, ઇઝરાયેલી દળોએ છેલ્લાં ૨૪ કલાકમાં પરિવારો વિરૂદ્ધ બે નરસંહારમાં ૨૪ લોકોની હત્યા કરી અને ૧૧૦ અન્યને ઘાયલ કર્યા. ઘણાં લોકો હજુ પણ કાટમાળ હેઠળ અને રસ્તાઓ પર ફસાયેલા છે કારણ કે બચાવકર્તા તેમના સુધી પહોંચવામાં અસમર્થ છે.