હમાસે આ હુમલાની નિંદા કરી છે અને કતારે ‘અસુરક્ષિત નાગરિકો સામે ક્રૂર અપરાધ ગણાવ્યો છે
(એજન્સી) તા.૧૧
ગાઝા શહેરમાં વિસ્થાપિત પેલેસ્ટીનીઓ માટે શાળાના આશ્રયસ્થાન પર ઇઝરાયેલન હુમલાથી મહિલાઓ અને બાળકો સહિત ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, પેલેસ્ટીન અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધવાની અપેક્ષા છે. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે શનિવારે તેની વાયુસેનાએ અલ-તાબીન શાળામાં “કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર” પર હુમલો કર્યો હતો જે હમાસના કમાન્ડરો માટે હતું. તેણે તેના પુરાવા આપ્યા ન હતા અને કહ્યું હતું કે તેણે પેલેસ્ટિનિયન અધિકારીઓના મૃત્યુની સંખ્યાને અચોક્કસ ગણાવીને નાગરિકોને નુકસાન પહોંચાડવાનું જોખમ ઘટાડવા માટે પગલાં લીધાં છે.
પલેસ્ટીન જૂથના રાજકીય બ્યુરોના સભ્ય, ઇઝ્ઝત અલ-રિશ્કે જણાવ્યું હતું કે શાળામાં કોઈ સશસ્ત્ર માણસો નથી. હમાસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે જૂથના કમાન્ડ સેન્ટર તરીકે શાળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના ઇઝરાયેલના દાવાઓ નાગરિકો, શાળાઓ, હોસ્પિટલો અને શરણાર્થીઓના તંબુઓને નિશાન બનાવવાના બહાના છે, જે તમામ ખોટા બહાના છે.
અમે અમારા આરબ અને ઇસ્લામિક દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમની જવાબદારીઓ નિભાવવા અને આ નરસંહારને રોકવા અને અમારા લોકો અને અસુરક્ષિત નાગરિકો સામે વધતા ઝિઓનિસ્ટ આક્રમણને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા આહ્વાન કરીએ છીએ. હરીફ પેલેસ્ટીન જૂથ ફતાહે જણાવ્યું હતું કે આ હુમલો “જઘન્ય લોહિયાળ હત્યાકાંડ” છે.
ઈરાન : ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી શમખાનીએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ સરકારનું લક્ષ્ય યુદ્ધવિરામ વાટાઘાટોને નિષ્ફળ બનાવવા અને યુદ્ધ ચાલુ રાખવાનું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કનાનીએ કહ્યું કે ઇઝરાયલે ફરીથી બતાવ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય કાયદા માટે પ્રતિબદ્ધ નથી. તેમણે યુએન સિક્યુરિટી કાઉન્સિલ પાસેથી તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી અને કહ્યું કે ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે.
કતાર : વિદેશી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલો ભયાનક નરસંહાર અને અસુરક્ષિત નાગરિકો સામેનો ક્રૂર અપરાધ છે. તેણે ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટીનીઓ માટે આશ્રયસ્થાનો પરના હુમલાઓની તપાસ કરવા માટે સ્વતંત્ર યુએન ફેક્ટ-ફાઇન્ડિંગ મિશનની હાકલ કરી હતી અને માગણી કરી હતી કે આંતરરાષ્ટ્રીય સમુદાય ઇઝરાયેલને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાને સમર્થન આપે. કતાર, ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ્સે ગુરૂવાર માટે યુદ્ધવિરામ વાટાઘાટોના નવા રાઉન્ડ માટે હાકલ કરી છે
ઇજિપ્ત : વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલ દ્વારા નિઃશસ્ત્ર પેલેસ્ટીઓની ઇરાદાપૂર્વકની હત્યા દર્શાવે છે કે ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવા માટે તેની પાસે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. આવા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા માટે અભૂતપૂર્વ અવગણના દર્શાવે છે.
જોર્ડન : ઇઝરાયેલનો હુમલો તમામ માનવતાવાદી મૂલ્યોની વિરૂદ્ધ છે અને ઇઝરાયેલી સરકાર શાંતિ પ્રયાસોને અવરોધિત કરવાના પ્રયાસનો સંકેત છે.
સઉદી અરેબિયા : વિદેશ મંત્રાલયે આ હુમલાને વખોડી કાઢ્યો છે અને ભાર મૂક્યો કે એન્ક્લેવમાં સામૂહિક હત્યાકાંડ રોકવાની જરૂર છે. ગાઝા આંતરરાષ્ટ્રીય કાયદાના સતત ઉલ્લંઘનને કારણે અભૂતપૂર્વ માનવતાવાદી આપત્તિનો અનુભવ કરી રહ્યું છે.
લેબનોન : વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું આ હુમલો આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા પ્રત્યે ઇઝરાયેલ સરકારની અવગણના અને યુદ્ધને લંબાવવા અને તેના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવાના તેના ઇરાદાના સ્પષ્ટ પુરાવા આપે છે.
તુર્કી : વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઇઝરાયેલે એક શાળામાં આશરો લેનારા સોથી વધુ નાગરિકોની હત્યા કરીને માનવતા વિરૂદ્ધ નવો ગુનો કર્યો છે.
ેંદ્ગઇઉછ : પેલેસ્ટીની શરણાર્થીઓ માટે યુએન એજન્સીના વડા ફિલિપ લાઝારિનીએ આ ભયાનકતાનો અંત લાવવા હાકલ કરી હતી.
ઇસ્લામિક સહકાર સંગઠન :ર્ ૈંંઝ્ર એ જણાવ્યું હતું કે, આ હુમલો ગાઝા પટ્ટીમાં દસ મહિનાથી વધુ સમયથી ઇઝરાયેલના કબજા દ્વારા કરવામાં આવેલ ક્રૂર હત્યાકાંડ અને નરસંહાર છે.
યુનાઇટેડ કિંગડમ : વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે તેઓ ઇઝરાયલી સૈન્યના આ હુમલાથી દુઃખદ જાનહાનિથી દુખી છે. હમાસે નાગરિકોને જોખમમાં મૂકવાનું બંધ કરવું જોઈએ. ઇઝરાયેલે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવું આવશ્યક છે, અને નાગરિકોનું રક્ષણ કરવા, તમામ બંધકોને મુક્ત કરવા અને સહાય પરના પ્રતિબંધોને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામની હાકલ કરી છે.
યુરોપિયન યુનિયન : બ્લોકના વિદેશ નીતિના વડા, જોસેપ બોરેલે જણાવ્યું હતું કે તેઓ હુમલાથી “ભયભીત” છે, તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછી ૧૦ શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ હત્યાકાંડ માટે કોઈ સમર્થન નથી.
યુએન રિપોર્ટર : ફ્રાન્સેસ્કા અલ્બેનિસે પેલેસ્ટિનિયન પ્રદેશ પર ગાઝામાં સામૂહિક રક્તપાત પ્રત્યે વિશ્વની ઉદાસીનતાની નિંદા કરતા કહ્યું કે, ઇઝરાયેલ પેલેસ્ટિનિયનોની નરસંહાર કરી રહ્યું છે.
સેવ ધ ચિલ્ડ્રન : યુનાઇટેડ કિંગડમ સ્થિત ચેરિટીના પ્રાદેશિક નિર્દેશક ટેમર કિરોલોસે તેને છેલ્લા ઓક્ટોબર પછીની શાળા પરનો સૌથી ભયંકર હુમલો ગણાવ્યો હતો. કિરોલોસે જણાવ્યું હતું કે, આટલા બધા બાળકો અને શાળામાં સવારની નમાઝ માટે આવેલા લોકો સહિતની હત્યા વિનાશક છે. નાગરિકો, બાળકો, સુરક્ષિત હોવા જોઈએ. તેના માટે તાત્કાલિક નિશ્ચિત યુદ્ધવિરામ એ એકમાત્ર માર્ગ છે.