આ ડ્રાઈવર મુસાફરો તરફ જોઈને ચીસો પાડે છે કે, “હા તમે પાકિસ્તાની છો અને તમે હલાલાના સંતાન છો. આ મહિલાના જણાવ્યા અનુસાર ડ્રાઈવર તેના મિત્ર સાથે મહિલાની વાતચીત સાંભળી રહ્યો હતો. જ્યારે મહિલાની મિત્ર જે દિલ્હીના લોકો અને પાકિસ્તાનમાં તેના સંબંધીઓ વિશે તેના અવલોકન વિશે વાત કરી રહી હતી, તેણે કંઈક એવું કહ્યું જે ડ્રાઈવરને ગમ્યું નહીં
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં એક ઉબેર ડ્રાઇવરે તેના મુસાફરો, એક મહિલા અને તેના પુરૂષ મિત્રને વાહનમાંથી અચાનક નીચે ઉતારવાની ફરજ પાડી હતી અને તેમની વચ્ચે દલીલ થઈ હતી. આ વીડિયોમાં ડ્રાઇવર મુસાફરો પર નફરત સાથે ગાળો બોલતો પણ જોવા મળ્યો હતો. કથિત રીતે આ ઘટના શુક્રવાર ૯ ઓગસ્ટની રાત્રે બની હતી. આ વીડિયો રેકોર્ડ કરતી મહિલાને વીડિયોમાં કહેતી સાંભળી શકાય છે, આ માણસ રાત્રે ૧૨.૩૦ વાગ્યે અમને રસ્તા પર છોડી ગયો છે. આ મોદીજીનું ભારત છે. ડ્રાઈવર મહિલા અને પુરુષ પેસેન્જર પર ચીસો પાડે છે કે, “હલાલા કી ઔલાદ હો તુમ લોગ (તમે બધા હલાલાના સંતાનો છો). મહિલાના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવર તેના મિત્ર સાથે મહિલાની વાતચીત સાંભળી રહ્યો હતો. જ્યારે મહિલાની મિત્ર જે દિલ્હીના લોકો અને પાકિસ્તાનમાં તેના સંબંધીઓ વિશે તેના અવલોકન વિશે વાત કરી રહી હતી, તેણે કંઈક એવું કહ્યું જે ડ્રાઈવરને ગમ્યું નહીં.
આ વાયરલ વીડિયોમાં ડ્રાઈવર ભડક્યો તે પહેલા કેબની અંદર થયેલી દલીલને પણ કેદ કરવામાં આવી છે. પાછળની સીટ પર બેઠેલી મહિલા દ્વારા શૂટ કરવામાં આવેલ વીડિયોમાં ડ્રાઈવર મહિલાની સાથે રહેલા પુરુષ મુસાફર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવે છે. આ વીડિયોમાં ડ્રાઈવર પેસેન્જરને તેના શબ્દો પર કાબૂ રાખવા ચેતવણી આપી રહ્યો છે. ત્યારબાદ મહિલાએ સ્પષ્ટતા કરી હતી કે પુરુષ મુસાફરે દિલ્હીના લોકો વિશે સામાન્ય ટિપ્પણી કરી હતી અને તેને પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી. આ સમયે, પુરુષ પેસેન્જર ડ્રાઇવરને કહે છે કે તેણે ખોટા સંદર્ભમાં ટિપ્પણી કરી છે. જો કે, ડ્રાઈવર ગુસ્સે થઈ ગયો અને મુસાફરોને મધ્યરાત્રિ થઈ ગઈ હોવા છતાં તેમના ગંતવ્ય સ્થાન પહેલા અધવચ્ચેથી નીચે ઉતરવાનું કહ્યું હતું. આ મહિલાએ કથિત રીતે સોશ્યિલ મીડિયા પર આ મુશ્કેલીભર્યો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તે આ ઘટનાથી સ્તબ્ધ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને મોટી સંખ્યામાં કોમેન્ટ્સ અને રિએક્શન્સ આવ્યા હતા.