(એજન્સી) તા. ૧૪
ખેડૂતો અને મજૂર વર્ગની ‘નબળી સ્થિતિ’ પર ભાજપ સરકારની ટીકા કરતા, સિરસાના સાંસદ કુમારી શૈલજાએ આરોપ લગાવ્યો કે હવે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપ ખેડૂત સમુદાયના મુદ્દા પર મગરના આંસુ વહાવી રહી છે.
આજે, હિસારના નરનૌંદ નગરના અનાજ બજારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે ખેડૂતોના આંદોલન દરમિયાન દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરતી વખતે લગભગ ૭૫૦ ખેડૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું, ત્યારે હરિયાણા સરકારે આંખ આડા કાન કર્યા હતા.
તેમણે દાવો કર્યો કે, “હવે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેઓ ખેડૂતો, દલિતો અને મજૂર વર્ગના શુભચિંતક હોવાનો દાવો કરી રહ્યા છે. બહુ થયું. લોકો ભાજપથી એટલા નિરાશ છે કે તેઓ ભાજપને સમર્થન આપવાનો ઇનકાર કરી રહ્યા છે. હરિયાણામાં ભાજપ તેમને સત્તા પરથી હટાવવા આતુર છે.હવે ભાજપ સરકાર તમામ પાક પર સ્જીઁ આપવાનું વચન આપી રહી છે. તેમણે જણાવ્યું કે, “ભાજપ સરકાર નારાઓની સરકાર છે. અમે અમારા જીવનમાં જુમલા શબ્દ ક્યારેય સાંભળ્યો ન હતો, પરંતુ ભાજપના શાસનમાં પહેલીવાર સાંભળ્યો હતો. ભાજપનો અર્થ ભારતીય ખોટો પક્ષ છે. ૧૦ વર્ષ પછી ફરી જાળમાં ફસાશો નહીં.
શૈલજાએ જણાવ્યું કે, “આપણે સરકાર અને સિસ્ટમને બદલવાની જરૂર છે. ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. પીપીપીના નામે લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને ફસાવ્યા છે અને તમે જ તેમને મુક્ત કરી શકો.”
હરિયાણાના પૂર્વ મંત્રી સંપત સિંહે નારનૌંદમાં આયોજિત રેલીમાં સિરસાના સાંસદ કુમારી શૈલજા સાથે મંચ શેર કર્યો હતો. જો કે તેઓ હુડ્ડાના નજીકના માનવામાં આવે છે, પરંતુ શૈલજા દ્વારા સંબોધિત રેલીમાં તેમની ભાગીદારીએ કોંગ્રેસના ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.