Downtrodden

મારી સામેની ખુરશી પર બેસો નહીં, હું તમારા ગુપ્તાંગમાં મરચાં નાખીદઈશ; છતરપુરની દલિત જિલ્લા મહિલા પ્રમુખનો ગંભીર આક્ષેપ

(એજન્સી) તા.૧૯
મધ્યપ્રદેશમાં દરરોજ મહિલા ઉત્પીડનના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગૌરીહર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં મહિલાએ છતરપુર એસપી ઓફિસ પહોંચી ફરિયાદ અરજી આપી છે. મહિલા પ્રમુખે જિલ્લા ઉપાધ્યક્ષ અને ભાજપના નેતા અમિત વાજપેયી પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાનો આરોપ છે કે તે ગૌરીહર જિલ્લામાં અધ્યક્ષ છે, તેમ છતાં તેને ખુરશી પર બેસવા દેવામાં આવતી નથી. તેમને ઘણી વખત અપમાનિત અને દુર્વ્યવહાર કરવામાં આવે છે. તે જ સમયે, અમિત વાજપેયીએ મહિલાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વાસ્તવમાં અમિત વાજપેયી છતરપુર જિલ્લાના ગૌરીહરમાં જિલ્લા ઉપાધ્યક્ષ છે. અહીંની દલિત મહિલા પ્રમુખે આરોપ લગાવ્યો છે કે અમિત સતત તેેમને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. ઉપરાંત, જ્યારે તેઓ ઓફિસમાં ખુરશી પર બેસે છે, ત્યારે તેેઓ તેમનું અને તેમના પતિનું અપમાન કરે છે. તેેમણે મારી સાથે ઘણી વખત દુર્વ્યવહાર કર્યો છે. મારા ગુપ્તાંગમાં મરચાં નાખવાની ધમકી પણ આપી ત્યારે હદ તો પાર થઈ ગઈ. મને આટલા પૈસા આપવા પડશે નહીં તો હું તને મારી નાખીશ. દલિત પ્રમુખનો આરોપ છે કે અમિત વાજપેયી જનપદના પૈસાનો દુરૂપયોગ કરી રહ્યા છે. તે ઈચ્છે છે કે જનપદ પંચાયતમાં મળેલી રકમ તેની ઈચ્છા મુજબ વાપરવામાં આવે. આટલું જ નહીં, તેમણે વિકાસ કામ માટે મળેલા પૈસામાંથી પોતાના માટે લગભગ ૧૦ લાખ રૂપિયાની ઓફિસ બનાવી છે. જ્યારે ઉપપ્રમુખ માટે ક્યાંય અલગ ઓફિસની જોગવાઈ નથી. આ સમગ્ર મામલે જનપદના ઉપાધ્યક્ષ અમિત વાજપેયીનું કહેવું છે કે જનપદ પ્રમુખ દ્વારા કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે.જૈન કહે છે કે ગૌરીહર ની મહિલા પ્રમુખ તરફથી અરજી મળી છે. મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.