(એજન્સી) તા.રર
હરદોઈમાં દબંગોની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે જ્યાં દલિત વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. જો કે ગ્રામ પંચાયત હેઠળ ગામમાં નાળા નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન ગામમાં રહેતા એક દલિત વૃદ્ધે નાળા નિર્માણ પર વાંધો વ્યક્ત કર્યો. તેનાથી નારાજ ગ્રામ પ્રધાન પ્રતિનિધિ અને તેના ભાઈએ દલિત વૃદ્ધને પકડી લીધો અને પછી લાતો અને લાકડી-ડંડાથી નિર્દયતાથી માર્યો. લોકો દલિત વૃદ્ધને મારતા જોઈ રહ્યા અને દબંગ વૃદ્ધને મારતા રહ્યા. સાથે જ જીવથી મારવાની ધમકી પણ આપતા રહ્યા. હવે માર મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વૃદ્ધે આ મામલાની ફરિયાદ પોલીસને કરી ત્યારબાદ પોલીસે દબંગ ગ્રામ પ્રધાન પ્રતિનિધિ અને તેના ભાઈની વિરૂદ્ધ મારામારી અને દલિત સતામણીનો કેસ દાખલ કર્યો.