(એજન્સી) લખનૌ, તા.૨૨
પોલીસે સોમવારના રોજ જણાવ્યું હતું, ઉત્તરપ્રદેશના બદોહીમાં એક ખ્રીસ્તી સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત કૌશલ્ય કેન્દ્રની છતના પંખા સાથે ૧૭ વર્ષીય દલિત છોકરીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, મધુ ભારતી નામની યુવતી પોલીસે જણાવ્યું હતું, કુશીનગર જિલ્લાના દરબકાલી ગામની રહેવાસી હતી. તે છેલ્લાં એક વર્ષથી શહેરના હરિયાવાન વિસ્તારમાં ખ્રીસ્તી સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત કૌશલ્ય કેન્દ્ર કરૂણાલયમાં સહાયક તરીકે કામ કરતી હતી. અધિક્ષક એસપી તેજવીર સિંહે જણાવ્યું હતું, આ ટ્રસ્ટ છેલ્લાં ૨૨ વર્ષથી કાર્યરત છે અને યુવાન છોકરીઓને સીવણ, ભરતકામ, વણાટ અને કોમ્પ્યુટર શિક્ષણ જેવા કૌશલ્યોની તાલીમ આપે છે. ટ્રસ્ટનું નેતૃત્વ બહેન મનીષા દ્વારા કરવામાં આવે છે અને અન્ય ત્રણ બહેનો પણ આ કૌશલ્યો આપે છે. તેજવીર સિંહે જણાવ્યું હતું કે, મધુ મૂળ કુશીનગરમાં સમાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં નોકરી કરતી હતી અને એક વર્ષ પહેલા કરૂણાલયની કામગીરીમાં મદદ કરવા માટે તેને ભદોહી લાવવામાં આવી હતી. રવિવારની મધ્યરાત્રિએ, ટ્રસ્ટે પોલીસને જાણ કરી કે મધુએ કથિત રીતે તેના રૂમમાં ફાંસી લગાવી લીધી છે. પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ, દરવાજો તોડ્યો અને મધુની લાશ પંખાથી લટકતી મળી. તેજવીર સિંહે કહ્યું કે, બે ડોક્ટરોની પેનલે સોમવારના દિવસે પોસ્ટમોર્ટમ કર્યું, જેમાં ફાંસીથી મૃત્યુની પુષ્ટિ થઈ. ત્યારપછી મૃતદેહ તેના પિતા સુદામા ભારતીને સોંપવામાં આવ્યો છે અને કુશીનગર મોકલવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું, પરિવાર દ્વારા આ સમયે કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી નથી. પોલીસે મધુનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને તેના મૃત્યુની આસપાસના સંજોગોની વિગતવાર તપાસ માટે કોલ ડિટેઈલની તપાસ કરી રહી છે. અધિકારીઓ વધુ માહિતી મેળવવા માટે કરૂણાલય ટ્રસ્ટ સાથે સંકળાયેલ વ્યક્તિઓની પણ પૂછપરછ કરી રહ્યા છે.