International

લેબેનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહની વચ્ચેગોળીબારમાં પેલેસ્ટીની કમાન્ડરનું મોત

(એજન્સી) તા.રર
દક્ષિણી લેબેનોનમાં એક કાર પર શંકાસ્પદ ઈઝરાયેલી ડ્રોન હુમલામાં પેલેસ્ટીની સશસ્ત્ર સમૂહોના ગઠબંધનના એક કમાન્ડરનું મોત થયું જ્યારે ઈઝરાયેલ-લેબેનોન સીમા પર તણાવ અત્યારે પણ ઉચ્ચ સ્તર પર છે. બુધવારે સવારે સિડોન શહેરમાં એક કારને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો જેમાં અલ-અક્સા શહીદ બ્રિગેડના વરિષ્ઠ અધિકારી ખલીલ અલ-મકદાહનું મોત થયું. આ મહિનાની શરૂઆતમાં આ ક્ષેત્રમાં એક હમાસ કમાન્ડર પણ મૃત્યુ પામ્યો હતો. આ દરમ્યાન ઈઝરાયેલી સેનાએ દેશના બેકા ક્ષેત્રમાં લેબેનોનના હિઝબુલ્લાહ સમૂહના દારૂગોળા ડિપોને નિશાન બનાવીને આખી રાત હવાઈ હુમલા કર્યા જેમાં એ વ્યક્તિનું મોત થયું અને ર૦ અન્ય ઘાયલ થયા. હિઝબુલ્લાહે જણાવ્યું કે તેણે ઉત્તરી ઈઝરાયેલ અને કબજાવાળા ગોલાન હાઈટસ તરફ ડઝનો રોકેટ દાગ્યા. એક વ્યક્તિ ઘાયલ થયો અને કેટલીક રહેણાંક ઈમારતોને નુકસાન થયું. હિઝબુલ્લાહે જણાવ્યું કે તેના રોકેટ હુમલા બેકા ક્ષેત્ર પર રાત્રે થયેલા ઈઝરાયેલી હુમલાનો જવાબ હતો. અલ-અક્સા શહીદ બ્રિગેડે એક નિવેદન જારી કર્યું જેમાં અલ-મકદાને કમાન્ડર જણાવવામાં આવ્યા અને જણાવ્યું કે તેણે પેલેસ્ટીની લોકોનું સમર્થન કરવા અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટીની પ્રતિરોધનું સમર્થક કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે જણાવ્યું કે અમે જોયું કે ઈઝરાયેલે લેબેનોનમાં પેલેસ્ટીની સમૂહ હમાસના કમાન્ડરો અને સભ્યોને નિશાન બનાવ્યા છે અને અમે તેમને લેબેનોનના હિઝબુલ્લાહના સભ્યોને પણ નિશાન બનાવતા જોયા છે.