(એજન્સી) તા.૨૩
ઇઝરાયેલે કબજા હેઠળના પશ્ચિમ કાંઠે આવેલા શહેર અને શરણાર્થી શિબિરમાં તુલકરેમમાં ગુરૂવારના રોજ ડ્રોન હુમલામાં ત્રણ પેલેસ્ટીનીઓને મારી નાંખ્યા.
આ ઘટના પશ્ચિમ કાંઠે લગભગ દૈનિક ઇઝરાયેલી હુમલા દરમિયાન બની હતી, જેમાં શહેરના ઇઝરાયેલી સૈનિકોની હમાસની લશ્કરી પાંખ, કાસમ બ્રિગેડ્સના લડવૈયાઓ સાથે અથડામણ થઈ હતી.
સમાચાર અહેવાલ અનુસાર સૈનિકોને છત પર તૈનાત કરવામાં આવ્યા હતા અને મોટા રહેણાંક વિસ્તારોને નષ્ટ કરવા માટે કેમ્પમાં બુલડોઝર મોકલવામાં આવ્યા હતા.
ઇઝરાયેલે પણ લોકોના ઘરોમાં આગ લગાડી દીધી અને સ્થાનિક રાહત કર્મચારીઓને આગ ઓલવતા અટકાવ્યા.
નિષ્ણાતો કહે છે કે, દરોડા દરમિયાન ઇઝરાયેલની રણનીતિ એ વસ્તીને સામૂહિક રીતે સજા કરવાના વ્યાપક સિદ્ધાંતનો ભાગ હોવાનું જણાય છે, કારણ કે, સશસ્ત્ર પ્રતિકારના ક્ષેત્રો ઇઝરાયેલના સતત વિસ્તરતા કબજા સામે લડે છે.
ઇઝરાયેલ દાવો કરે છે કે, તે આતંક-વિરોધી ઓપરેશન ચલાવી રહ્યું છે.
કાર્યકર્તાઓ અને નિષ્ણાતોએ અગાઉ અલ જઝીરાને કહ્યું હતું કે, ઇઝરાયેલ પેલેસ્ટીનીઓના સામૂહિક વિસ્થાપન અને ગેરકાયદે વસાહતોના વિસ્તરણને ન્યાયી ઠેરવવા માટે આતંકવાદનો ખતરો ભજવી રહ્યું છે.
સમગ્ર પશ્ચિમ કાંઠે શરણાર્થી શિબિરો હમાસ, પેલેસ્ટીની ઇસ્લામિક જેહાદ (ૈઁંત્ન) અથવા ફતાહ સાથે છૂટથી જોડાયેલા પેલેસ્ટીની લડવૈયાઓને આશ્રય આપે છે.
લડવૈયાઓ કહે છે કે, તેઓ તેમના કેમ્પ અને શહેરોને ઇઝરાયેલી હુમલાઓથી સુરક્ષિત કરી રહ્યા છે જેનો હેતુ નાગરિકોને તેમના ઘરો અને જમીનોમાંથી ઉખેડી નાખવાનો છે.
શાદી અબ્દુલ્લા, તુલકરેમમાં ઇઝરાયેલ દ્વારા દુરૂપયોગનું દસ્તાવેજીકરણ કરનાર કાર્યકર્તા કહે છે કે, ઇઝરાયેલી સૈનિકો ઘરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરે છે અને તેઓએ ઇરાદાપૂર્વક વસ્તી માટે જીવન મુશ્કેલ બનાવવા માટે મૂળભૂત જોગવાઈઓ પણ કાપી નાખી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સુરક્ષા દળો નાગરિકો પર હુમલો કરવામાં ગેરકાયદેસર વસાહતોમાંથી ઇઝરાયેલીઓને સહકાર આપે છે અને સમર્થન આપે છે.
તુલકરેમ અનેક વસાહતોની વચ્ચે પડેલા હોવાથી તેમણે કહ્યું, લોકો વસાહતીઓ અને કબજેદાર દળોના હુમલાઓથી સતત ડરે છે.
અબ્દુલ્લાએ કહ્યું, અંતે પ્રતિકાર લડવૈયાઓ હોય કે ન હોય, તેઓ (ઇઝરાયેલ) અમારી જમીન લેવા માંગે છે.