પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ
અબુ બક્ર રબી ઇબ્ન એહમદ અલ-અલઅખ્વયની બુખારી ઈરાની તબીબ હતા.
જીવન અને શિક્ષણ : અલ-બુખારીના જન્મ અને ઉછેર વિશે વધુ માહિતી મળતી નથી, પરંતુ એમની અટક પરથી જણાય છે કે એમનો જન્મ બુખારા (હાલમાં ઉઝબેકિસ્તાન)માં થયો હતો. પર્શિયન સમાની વંશના શાસનમાં (૮૧૯-૯૯૯) આ શહેર ઇસ્લામી વિશ્વમાં જ્ઞાન-વિજ્ઞાનનું મહત્ત્વનું કેન્દ્ર હતું.
અબુ બક્ર અલ-રાઝીના શિષ્ય હતા. એમણે તબીબીશાસ્ત્રમાં મહત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમની પહેલાના સમયમાં સિદ્ધાંતો પર વધુ કાર્ય કરવામાં આવતું હતું, ત્યારે અબુ બક્રે પ્રાયોગિક તબીબીશાસ્ત્ર પર વધુ ભાર આપ્યો હતો. અલ બુખારીની જે કઈ વાતો આપણને જાણવા મળી છે એનો મૂળ સ્ત્રોત એમના ગ્રંથ ‘હિદાયત અલ મુતાલેમીન ફીલ તિબ્બ ‘( A Scholar’s guide to Medicine). ફારસી દરી (નવી ફારસી) ભાષામાં લખાયેલ આ પ્રથમ તબીબી ગ્રંથ હતો.
કાર્ય અને પ્રદાન : અલ બુખારી મૂળ તો તબીબ હતા એટલે સ્વાભાવિક રીતે તબીબી શાસ્ત્રમાં ગ્રંથો લખ્યાં. એમણે શરીર રચના શાસ્ત્ર, ફીઝીયોલોજી, પેથોલોજી (રોગ નિદાન શાસ્ત્ર), ઔષધ શાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિષયક ગ્રંથો લખ્યા.
અલ બુખારીએ મનોચિકિત્સક તરીકે પણ ઘણા દર્દીઓના ઇલાજ કર્યા. ખાસ કરીને મેલન્કોલી (ખિન્નતાવાળી માનસિક વિકૃતિ) ધરાવતા દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી હતી. એટલે જ એ ‘બેજસ્ક એ દીવાનેહગાન’ /‘પાગલોના તબીબ’ તરીકે ઓળખાતા હતા.
આપણને આ બાબતોની જાણ એમના પ્રસિદ્ધ ગ્રંથ ‘હિદાયાત અલ મુતાલેમીન ફીલ તિબ્બ’માંથી જાણવા મળે છે. આમાં ‘મનીયા’ ((Mania – ) ,‘મલીખુલીયા’ (Melancholia – ખિન્નતાવાળી માનસિક વિકૃતિ), ‘કબૂસ’ (દ્ગૈખ્તરંદ્બટ્ઠિી-ઓથાર), ‘ગોત્રબ (Dementia-ભૂલવાની બીમારી) અને ‘ખોનાગ-ઓ-રહેમ (Conversion Disorder) જેવી માનસિક વિકૃતિઓ વિષે વિશદ ચર્ચાઓ કરી છે. એમણે અલગ અલગ ‘વ્યક્તિત્વો’ Personalities જ)ની પણ ચર્ચા કરી છે.
આમ, મનોવિજ્ઞાનમાં અલ બુખારીએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
સંદર્ભ : (૧) Benham D;Hasan Y;Ahmad G; ‘Melancholia in Medieval Persian Literature : The view of Hidayat of Al-Akhwayani’, World Journal of Psychiatry,2014 June 22,4(2):37-41.
Email. :-msaeed181@gmail.com
(MO. 9624046677)
(નોંધ : દૈનિકમાં પ્રકાશિત થતા લેખોમાંના વિચારો જે-તે લેખકોના પોતાના છે. ‘ગુજરાત ટુડે’ તેની સાથે સહમત હોય એ જરૂરી નથી.)