(એજન્સી) તા. ૨૬
સઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે ‘ડાયરેક્ટ ઉમરાહ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે જે કંપનીઓને હજયાત્રીઓને સીધી સેવા આપવા દેશે જેથી મધ્યસ્થીઓને દૂર કરીને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ સુનિશ્ચિત કરી શકાય.
સઉદી પ્રેસ એજન્સી (SPA) અનુસાર, નવા પ્રોગ્રામનો હેતુ પ્રોફેટના જીવન સાથે સંબંધિત ઐતિહાસિક સ્થળો અને દેશના અન્ય સીમાચિહ્નો અને આકર્ષણોની મુલાકાત ગોઠવીને યાત્રાળુના અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે.
સઉદી અરેબિયાએ ૨૦૨૩માં રેકોર્ડ ૧૩.૫ મિલિયન યાત્રાળુઓને આવકાર્યા બાદ સેવા પ્રદાતાઓ અને કંપનીઓને પ્રોફેશનલ ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને ટ્રીપ ઓર્ગેનાઈઝેશનનું મોડલ અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે પણ આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
આ જાહેરાત ઉમરા સંગઠનોની બીજી બેઠક દરમિયાન કરવામાં આવી હતી જેનું આયોજન હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા સાઉદી વિઝન ૨૦૩૦ના કાર્યક્રમોમાંના એક પિલગ્રીમ એક્સપિરિયન્સ પ્રોગ્રામ (PEP)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ બેઠક મંગળવાર (૨૦ ઓગસ્ટ)ના રોજ મક્કામાં મંત્રાલયના મુખ્યાલયમાં યોજાઈ હતી.