(એજન્સી) તા.૨૮
હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈનીએ કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાના ‘હરિયાણા માંગે હિસાબ’ અભિયાન પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે તેમણે ૧૨ માર્ચે શપથ લીધા પછી અસંખ્ય કલ્યાણકારી નિર્ણયો લીધા હતા. નલવા વિધાનસભા ક્ષેત્રના શાહપુર ગામમાં એક રેલીને સંબોધતા સીએમ સૈનીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે પાર્ટીએ હંમેશા ગરીબો, અનુસૂચિત જાતિઓ અને પછાત વર્ગોનું શોષણ કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે હુડ્ડાના નેતૃત્વ હેઠળના કોંગ્રેસના કાર્યકાળમાં યુવાનોને લાંચ તરીકે પૈસા ખર્ચ્યા વિના નોકરીઓ મળી ન હતી. તેમણે જણાવ્યું કે,‘કોંગ્રેસના શાસન દરમિયાન દલિતોને કેવી રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા અને કેવી રીતે તેમના ઘરો સળગાવવામાં આવ્યા હતા તે કોઈનાથી છુપાયેલ નથી. હુડ્ડાએ આ બાબતોનો ‘હિસાબ’ રાજ્યના લોકોને આપવો જોઈએ.’