(એજન્સી) તા.ર૮
મક્કામાં એક પ્રમુખ મનોરંજન યોજનાના નિર્માણ પર ચર્ચા કરતા એક સઉદી એન્જિનિયરના વીડિયોએ કાબા અને ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળ મસ્જિદે હરમની નજીક આ પ્રકારના નિર્માણની ઉપયુક્તા પર સોશિયલ મીડિયા પર વ્યાપક વિવાદ સર્જાયો છે.
સિનેમા ‘સ્માર્ટ મક્કા’ પહેલનો એક પ્રમુખ ઘટક છે. જેનો ઉદ્દેશ જાહેર માહિતી મુજબ શહેરમાં આધુનિક મનોરંજન સુવિધાઓને એકીકૃત કરવાનો છે જ્યારે તેના ધાર્મિક મહત્ત્વનું પાલન કરવાનો છે. આ યોજનાને સઉદી એન્ટરટેઈનમેન્ટ વેન્ચર્સ દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. જે પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડની એક સહાયક કંપની છે. જે સઉદી અરબના મનોરંજન વિસ્તાર પ્રયાસોમાં સૌથી આગળ રહે છે.
ર૦ર૩માં સેવને સંપૂર્ણ રાજ્યમાં વિવિધ મનોરંજન યોજનાઓ માટે રપ૦ કરોડ ડોલરના કોન્ટ્રાક્ટ આવ્યા. જેનું મૂલ્ય ૧૩૦ કરોડ છે. તેનું નિર્માણ સ્થાનિક ફર્મ મોડર્ન બિલ્ડિંગ લિડર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પવિત્ર કાબા મસ્જિદ પરિસરની બહાર ઉમ્મ અલ-કુરા યુનિવર્સિટી પાસે અલ-અબિદિયાહ જિલ્લામાં સ્થિત આ યોજના ૮૦,૦૦૦ ચો.મી.માં ફેલાયેલ છે.
સઉદી અરબમાં સિનેમાઘરોનું નિર્માણ એક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક પરિવર્તનનું પ્રતીક છે. ૪૦ વર્ષ સુધી રાજ્યમાં સિનેમા ઘરો પર પ્રતિબંધ લાગેલો હતો. જે દેશમાં પ્રચલિત રૂઢિવાદી સામાજિક માપદંડોને દર્શાવે છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વિઝન ર૦ર૩ પહેલ હેઠળ ર૦૧૮માં પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા હતા.