International

સંયુક્ત રાષ્ટ્ર ગાઝામાં સહાયતા પહોંચાડવા માટે પોતાના તરફથી દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે નિકાસી આદેશોથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે

(એજન્સી) તા.ર૮
ગાઝાપટ્ટીમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા અભિયાન મંગળવારે પણ જારી રહ્યું. તેના એક દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવા ઈઝરાયેલી નિકાસી આદેશોના કારણે મુખ્ય સંયુક્ત રાષ્ટ્ર સંચાલન કેન્દ્રને બંધ કરવાના કારણે માનવીય પ્રયાસ રોકાઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન હજારિકે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીની ટિપ્પણીઓને નરમ કરતા જણાવ્યું કે કાલે ગાઝાની સ્થિતિઓએ અમારા માટે પોતાનું કામ ખૂબ જ મુશ્કેલ બનાવી દીધું. તેમણે જણાવ્યું કે અમારી પાસે જે કંઈ છે, તેની સાથે અમે જે કરી શકીએ છીએ તે કરી રહ્યા છીએ. અમે શરૂથી જ કરી રહ્યા છીએ. આ દરેક તકનો લાભ ઉઠાવીને સહાયતા પ્રદાન કરવાનો છે જેને અમે ભરી શકીએ છીએ. માટે દરેક સ્થિતિનું દરરોજ દર કલાકે મૂલ્યાંકન કરવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પ્રમુખ ગિલ્સ મિચાડે જણાવ્યું કે અઠવાડિયાના અંતમાં ઈઝરાયેલી સેનાએ મધ્ય ગાઝાના દેર અલ-બાલાહમાં ર૦૦થી વધુ સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીઓને ઓફિસો અને ઘરોમાંથી બહાર નીકળવા માટે માત્ર થોડાક કલાકોની નોટિસ આપી હતી. તેમણે જણાવ્યું કે સમય તેનાથી ખરાબ નથી હોઈ શકતો કારણ કે મોટા પાયા પર પોલિયો રસીકરણ અભિયાન જલ્દી જ શરૂ થવાનું છે. જેના માટે મોટી સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીઓને ગાઝામાં પ્રવેશ કરવો પડશે.