Downtrodden

મધ્યપ્રદેશ : દલિત સરપંચને ગ્રામસભામાં ખુરશી પર બેસવાની મનાઈ, ઘરેથી લઈને આવો અથવા ઊભા રહો

(એજન્સી) ભોપાલ, તા.૨૯
જાતિ ભેદભાવનું ચોંકાવનારૂં ઉદાહરણ મધ્ય પ્રદેશના સતના જિલ્લાની અકોના ગ્રામ પંચાયતમાંથી બહાર આવ્યું છે, જ્યાં ઠાકુર બહુમતીવાળા વિસ્તારમાં પ્રથમ દલિત મહિલા સરપંચનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસના રોજ આ મુદ્દો મુખ્ય રીતે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે તેને રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી અટકાવવામાં આવી હતી. સરપંચ શ્રદ્ધા સિંહે પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદ સિંહ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સ્વાતંત્ર્ય દિને ગ્રામ પંચાયતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આદેશ અનુસાર સરપંચ દ્વારા ધ્વજારોહણ કરવાનું હતું. શ્રદ્ધાએ પંચાયત સચિવ વિજય પ્રતાપ સિંહને આદેશ વિશે જાણ કરી હતી, પરંતુ તે પંચાયત પરિસરમાં પહોંચી ત્યાં સુધીમાં ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્ર સિંહે ધ્વજ ફરકાવ્યો હતો.
આ ઘટના માત્ર તેના એક મહિલા હોવાને કારણે નથી બની પરંતુ તે દલિત સમુદાયની હોવાને કારણે જાણી જોઈને બનાવવામાં આવેલી યોજનાનો ભાગ હતો. સરપંચ શ્રદ્ધા સિંહે આને પોતાની વિરૂદ્ધ ષડયંત્ર અને અપમાનનું સ્પષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું.
સ્વતંત્રતા દિવસ પર શ્રદ્ધા પંચાયત પરિસરમાં આવી ત્યાં સુધીમાં ઉપ સરપંચ ધર્મેન્દ્ર સિંહે ધ્વજ ફરકાવ્યો હતો.
ધ મૂકનાયક સાથેની વાતચીતમાં, ૨૮ વર્ષીય સરપંચ શ્રદ્ધા સિંહે શેર કર્યું કે,૧૭ ઓગસ્ટના રોજ ગ્રામસભાની મીટિંગ દરમિયાન તેને ફરીથી અપમાનિત કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન, જ્યારે તેણે ખુરશી માંગી ત્યારે ડેપ્યુટી સરપંચ અને સેક્રેટરી બંનેએ તેને ના પાડી, કહ્યું કે, જો તમારે ખુરશી જોઈતી હોય, તો ઘરેથી લાવો, નહિંતર, જમીન પર બેસો અથવા ઊભા રહો. શ્રદ્ધાએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે તેની સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હોય. એક દલિત મહિલા તરીકે તેણે હંમેશા અપમાન અને ભેદભાવનો સામનો કર્યો છે. જ્યારે પણ તે ગામમાં કોઈ કામ કરાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેના માર્ગમાં જાણી જોઈને અવરોધો મૂકવામાં આવે છે. શ્રદ્ધા જુલાઈ ૨૦૨૨માં આ ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવી હતી. ગામમાં અંદાજે ૧૬૦૦ મતદારો છે, જેમાંથી ૫૦% ઠાકુર સમુદાયના છે, જ્યારે બાકીના દલિત, આદિવાસી અનેર્ ંમ્ઝ્ર સમુદાયના છે. શ્રદ્ધાએ જણાવ્યું હતું, તેણે ૫૮ મતોના નજીવા માર્જિનથી ચૂંટણી જીતી હતી. તેની જીતથી ગુસ્સે થઈને, જ્ઞાતિના હિંદુઓએ હંગામો મચાવવા અને અન્ય લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એસડીએમ અને ડીએમના હસ્તક્ષેપ બાદ મામલો કાબૂમાં લેવામાં આવ્યો હતો.
સરપંચ શ્રદ્ધાએ વ્યક્ત કર્યું કે તેના વર્તનથી તેને ખૂબ દુઃખ થયું છે, પરંતુ તે હાર માની નથી. તેણે આ ભેદભાવ અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું અને તેની પંચાયતમાં વિકાસ કાર્યોને આગળ વધારવા માટે લડત આપશે.
શ્રદ્ધાએ જિલ્લા કલેક્ટર, મધ્યપ્રદેશ સરપંચ એસોસિએશન અને પંચાયતી રાજ કાઉન્સિલને પણ ફરિયાદ કરી છે. તેણે ઉલ્લેખ કર્યો કે,૫ સપ્ટેમ્બરે ભોપાલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તે શિસ્તબદ્ધ કાર્યવાહી અને જાતિ આધારિત ભેદભાવમાં સામેલ અધિકારીઓને દૂર કરવાની માંગ કરશે.
આ મામલે રાજ્ય સરકાર અને પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી શું પગલાં લેશે અને દલિત મહિલા સરપંચને તેમનું યોગ્ય સન્માન અને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું.
આ બાબતના સંદર્ભમાં, ભીમ આર્મી-ભારત એકતા મિશનના એડવોકેટ વિજયકુમાર આઝાદે જણાવ્યું કે, સંગઠન દ્વારા આ ઘટનાને લઈને તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન અને મેમોરેન્ડમ સબમિટ કરવામાં આવશે.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.