(એજન્સી) તા.ર૯
૭૦થી વધુ પેલેસ્ટીની ફિલ્મ નિર્માતાઓના એક જૂથે એક પત્ર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં તેઓએ હોલીવુડ પર દાયકાઓથી ફિલ્મ સ્ક્રીન પર પેલેસ્ટીનીઓનું “અમાનવીયીકરણ” અને અપમાનિત કરવાનો આરોપ મૂક્યો છે. તેઓ દાવો કરે છે કે આ પરિબળ ગાઝામાં વધુ વિનાશને ઉત્તેજન આપે છે.
આ પત્ર પર, બે વખતના ઓસ્કાર નોમિની હાની અબુ અસદ, દિગ્દર્શક એલિયા સુલેમાન અને તાજેતરના બાફ્ટા વિજેતા ફરાહ નાબુલસીનો સમાવેશ થાય છે, તેમજ, મિશેલ ખલીફી, માઈ મસરી, નજવા નજ્જર સહિત બહુવિધ પુરસ્કાર વિજેતાઓ દ્વારા પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને શોટ્ર્સ “ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો”ના નિર્દેશકો સહિત અનેક લોકોએ પણ આ પત્રમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેઓએ લખ્યું છે કે, આ સૌથી મુશ્કેલ સમયમાં પણ, અમારા લોકો પ્રત્યે પશ્ચિમી મનોરંજન ઉદ્યોગ દ્વારા અમારા પ્રત્યે અમાનવીયતા અને જાતિવાદ દર્શાવવામાં આવ્યો છે. આ પત્રમાં ૭ ઑક્ટોબર ૨૦૨૩ની ભયાનક ઘટનાઓ અને તે પછીના ૧૦ મહિનાના યુદ્ધ દરમિયાન ભયાનકતા અંગે પેલેસ્ટીની ફિલ્મ નિર્માતાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ યુદ્ધમાં ૪૦,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે અને આ પ્રદેશમાં માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે. હોલીવુડની તેની ઉગ્ર ટીકા છતાં, પત્ર ૨૦૨૪ એમી નામાંકનમાંથી ગાઝા-કેન્દ્રિત ડોક્યુમેન્ટરીને ગેરલાયક ઠેરવવાના પ્રયાસોને નકારીને “દબાણ સામે ઊભા રહેવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આગ્રહ રાખવા” માટે નેશનલ એકેડેમી ઑફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સનો આભાર માને છે
પેલેસ્ટીની ફિલ્મ નિર્માતાઓના હસ્તાક્ષરો સાથેનો પત્ર : અમે, પેલેસ્ટીની ફિલ્મ નિર્માતાઓ, બિસન ઓવડાના ૨૦૨૪ સમાચાર અને દસ્તાવેજી એમી નામાંકનને સમર્થન આપીને તેમની સાથે ઊભા રહેવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આગ્રહ કરવા માટે નેશનલ એકેડેમી ઑફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સ (દ્ગછ્છજી)ની પ્રશંસા કરીએ છીએ અને આભાર માનીએ છીએ.
આ ફિલ્મ પુરસ્કાર વિજેતા અને પ્રેરણાદાયી ૨૫-વર્ષીય પેલેસ્ટીની પત્રકાર, બિસન ઓવડા દ્વારા વર્ણવવામાં આવી છે, જેમણે સામાન્ય પેલેસ્ટીની પરિવારોની સ્થિતિસ્થાપકતા, પ્રતિકાર અને અસ્તિત્વ વિશે વિશ્વ સમક્ષ અનેક અહેવાલો અને વાર્તાઓ શેર કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. બિસનના અવાજને સેન્સર કરવાનો પ્રયાસ કરવો એ પેલેસ્ટીનીઓને તેમની જમીન પર ફરીથી દાવો કરવાનો, અમારો ઇતિહાસ શેર કરવાના અધિકારને નકારી કાઢવાનો દમનકારી પ્રયાસ છે. તેમાં અમારા લોકો પરના અત્યાચારો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. અમે ઇમેજ અને સિનેમાની શક્તિને સારી રીતે સમજીએ છીએ, અને આ સૌથી મુશ્કેલ સમયમાં પણ, પશ્ચિમી મનોરંજન ઉદ્યોગમાં કેટલાક લોકો દ્વારા અમારા લોકો પ્રત્યે દર્શાવવામાં આવતી અમાનવીયતા અને જાતિવાદથી અમે ચિંતિત છીએ. અમારી ફિલ્મો દ્વારા, અમે વૈકલ્પિક વર્ણનો, નિરૂપણ અને છબીઓ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે જે સ્ટીરિયોટાઇપિકલ, અમાનવીય માણસો છબીને દૂર કરી શકે છે. પેલેસ્ટીનીઓ વિરુદ્ધ દાયકાઓથી આચરવામાં આવેલા ગુનાઓને વાજબી ઠેરવવા માટે તેઓને અમાનવીય ગણવામાં આવે છે. આ નિર્દય સેન્સરશીપ સામે અમે અમારી કળાને બચાવવા માટે હંમેશા લડત આપીએ છીએ અને તેઓ અમને અમારી ઓળખના આધારે લક્ષ્ય બનાવે છે, અને તેઓ અમારી સર્જનાત્મકતાને શા માટે સ્વીકારતા નથી ? અમે એમ્મી માટે બિસન ઓવડાની ફિલ્મના નામાંકનને હૃદયપૂર્વક આવકારીએ છીએ. પેલેસ્ટિનિયન લોકો પર ઇઝરાયેલના વસાહતી શાસનના આટલા વર્ષો પછી, નાના અને મોટા પડદાઓ પર પેલેસ્ટીનીઓનું અવિરત, દાયકાઓથી અમાનવીયીકરણ કરવામાં આવી રહ્યું છે. અને યુ.એસ.માં અને હોલીવુડમાં, વધુ અનૈતિક વલણ શરૂ કર્યું હતું અને આ ફિલ્મના સેન્સરશિપનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે હજી પણ પેલેસ્ટીન વિરોધી અને સામાન્ય રીતે આરબ વિરોધી જાતિવાદી પ્રચાર સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ અને આવા વલણને પડકારવો જોઈએ અને પશ્ચિમી મનોરંજન મીડિયામાં અમારા વિરુદ્ધ અમાનવીયતા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ અમાનવીયીકરણ પેલેસ્ટીન તરીકેના અમારા અસ્તિત્વ માટે ખતરો છે તે અંગે અમે ચિંતિત હોવા છતાં, અમે જાણીએ છીએ કે તે પશ્ચિમ સહિત વિશ્વભરના ઘણા વંશીય સમુદાયોને પણ સમાન રીતે જોખમમાં મૂકે છે. અમે ફિલ્મ ઉદ્યોગમાં અમારા આંતરરાષ્ટ્રીય સાથીદારોને, અમે જે પ્રકારના વિશ્વમાં રહેવા માંગીએ છીએ તેના સ્વપ્નદૃષ્ટાઓને, આ નરસંહાર અને તે કરનારાઓને ભૂંસી નાખવા, જાતિવાદ અને સેન્સરશિપ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે કહીએ છીએ; આ અકથ્ય ભયાનકતાને રોકવા અને સમાપ્ત કરવા માટે માનવીય રીતે શક્ય એવું બધું કરવા માટે; અને પેલેસ્ટીનીઓને અમાનવીયીકરણ કરવામાં, અથવા ઇઝરાયેલના અમારા વિરુદ્ધના ગુનાઓને વાજબી ઠેરવવામાં સંકળાયેલી પ્રોડક્શન કંપનીઓ સાથે કામ ન કરવા અને પેલેસ્ટીનના સમર્થનમાં એકતા દર્શાવવા આહ્વાન કરીએ છીએ. હવે આપણે આ બધુ રોકવું જોઈએ.