(એજન્સી) લખનૌ, તા.૩૧
ઉત્તરપ્રદેશના ફરૂખાબાદમાં એક ગામમાં બે સગીર વયની દલિત તરૂણીઓની લાશ વૃક્ષ પર લટકતી મળી આવ્યા બાદ એમને આપઘાત તરફ ધકેલવાના આરોપસર બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે એ બંને દરજી છે અને ગામની બહાર બંનેની દુકાન આવેલી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કપડાં સીવડાવવા ગયેલી બંને તરૂણીઓએ બેય દરજી સાથે મોબાઈલ નંબરની આપ લે કરી હતી. કપડાં સીવડાવવા માટે આ નંબરની આપ લે કરવામાં આવી હતી એવું ખુલ્યું છે. જો કે એફઆઇઆર દાખલ થઈ છે અને ધરપકડો થઈ છતાં આ ઘટનાદરની આસપાસ રહસ્યનું આવરણ હજુ દૂર થયું નથી. ૧૫ અને ૧૮ વર્ષની તરૂણીયોના મોતનો ભેદ હજુ ઉકેલ આવ્યો નથી કેમકે એમના પરિવારજનો કહે છે કે ધરપકડ કરવામાં આવી તેનાથી સંતોષ થયો છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે અમે સહમત નથી રિપોર્ટ એવું કહે છે કે બંને આત્મહત્યા કરી હતી પરંતુ પરિવારજનો માનતા નથી. પકડાયેલો એક આરોપીએ ગામનો જ છે જ્યારે બીજો આરોપી પાસેના એક ગામનો છે. બંને તરૂણીઓના સ્વજન ભારપૂર્વક કહે છે કે દીકરીઓએ આપઘાત કર્યો નથી એટલે બંને મૃતકો એટલે કે દલિત તરૂણીઓના પરિવારજનો સીબીઆઇ તપાસની માગણી કરી રહ્યા છે. તો બીજી તરફ પકડાયેલા યુવાનોના પરિવારજનોએ પણ CBIતપાસની માંગ કરી છે એમની દલી લેવી છે કે બે યુવાનોએ કરૂણિઓ સાથે વાતચીત કરવાની ભૂલ કદાચ કરી હશે પણ કોઈને આપઘાત કરવાની ફરજ પાડે કે હત્યા કરે એવા નથી. એક તરૂણીના પિતાએ કહ્યું હતું કે કપડા સીવડાવવા માટે આ યુવાનો સાથે ફોન પર વાતચીત થતી હતી. પોલીસે કામ કરી રહી છે પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી અમે સહમત નથી કેમકે બંને દલિત યુવતીઓની હત્યા થઈ છે અને જો આ ભેદનો ત્વરિત હલ ન આવે તો સીબીઆઇને તપાસ આપવી જોઈએ. એક મૃતક તરૂણિની માતાએ એવો દાવો કર્યો હતો કે પોલીસની પૂછપરછમાં બંને છોકરાઓએ એવી કબુલાત કરી હતી કે આ તરૂણિ ગુમ થયાની રાત્રે બંને એમને મળ્યા હતા પરંતુ વાતચીત કરીને તરત છૂટા પડી ગયા હતા જો બંને યુવાનોનો કોઈ બદ ઈરાદો ન હોતો તો એમને અધવચ્ચે આબરૂ જગ્યાએ છોડીને કેમ ચાલ્યા ગયા ? બંને સલામત ઘરે પહોંચી જાય તેને બદલે એકલી કેમ મૂકી દીધી ? એ બંને જણા લાંબો સમય સુધી એ દિવસે વાતચીત કરતા રહ્યા હતા એટલે અમારે ન્યાય જોઈએ છીએ અમને આપઘાતની આ થિયરી મંજૂર નથી. ૧૫ વર્ષની બાળાના પિતાએ જણાવ્યું હતું કે માની લઈએ કે આત્મહત્યા છે તો પણ તેની પાછળનું કારણ અને કોઈને કોઈ આરોપીતો હોવો જ જોઈએ. અમે તો આ ઘટનાને હત્યા માનીએ છીએ જો બંને આપઘાત જ કરવી હોય તો તેનું કારણ શું અને તેની પાછળ દોષિત કોણ ? દરમિયાન પકડાયેલા એક યુવાનની માતાએ જણાવ્યું હતું કે હું મારા સાસુ મને મળવા માટે મારા મામાના ઘરે ગઈ હતી એમણે મને જણાવ્યું હતું કે મારા પતિ ખૂબ જ ગુસ્સા માતા કેમ કે અમારો દીકરો જન્માષ્ટમીને કારણે મોડે સુધી ઘરની બહાર રહેતો હતો એ ૨૬ અને ૨૭મીની રાત્રે ૧ઃ૦૦ વાગ્યે ઘરે પાછો કર્યો હતો. મારો દીકરો તેના મિત્રની દુકાનમાં સીવણ કામ શીખી રહ્યો હતો. પકડાયેલા બીજા યુવાનના ગામમાં પણ ભારે અજંપો છે અને યુવાનના માતા-પિતા ખૂબ જ દુઃખી થયા છે. તેઓ સીમાંત ખેડૂત તરીકે રોજી રોટી કમાઈ રહ્યા છે. એમનું કહેવું એવું છે કે મારા દીકરાની એકમાત્ર ભૂલ એ હતી કે એ છોકરીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. આ ઉંમરે આવી રીતે ફોન પર વાતચીત થવી એ સ્વાભાવિક છે પણ તેઓ કોઈની હત્યા કરે કે આપઘાત માટે પ્રેરણા આપે એવી એમની સમજ નથી. અમે રહસ્ય ઉકેલવા માટે સીબીઆઇ તપાસથી માગણી કરીએ છીએ અને જે કોઈ આરોપી હોય તે પછી મારો દીકરો હોય તો પણ સખત સજા થવી જોઈએ. ગ્રામજનો એવું કહે છે કે બંને યુવાનો ગામની અન્ય દીકરીઓ સાથે પણ ફોન પર વાતચીત કરતા હોય અથવા સંપર્કમાં હોય એવો પૂરો સંભવ છે. ભાજપના નેતા અને ફરુખાબાદના સાંસદ મુકેશ રાજપુત સહિત આગેવાનો ધારાસભ્યોએ બંને અમૃતક દીકરીઓના પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને એમને દિલાસો આપ્યો હતો. ભાજપ નેતાઓએ એમને ખાતરી આપી હતી કે અમે તમારી સાથે છીએ જો તમે કંઈ કહેવા માંગતા હોવ તો અમને જણાવો. અમે વહીવટી તંત્ર સુધી તમારી વાત પહોંચાડશું અને પગલાં લેવાય એ સુનિશ્ચિત કરશું. પોલીસ કેસને હલ કરવા કામ કરી રહી છે અને જે કોઈ અપરાધી હશે તેને છોડવામાં નહીં આવે એવી અમારી ખાતરી છે. પોલીસે ફરીથી સ્પષ્ટતા કરી છે કે ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે બંને છોકરીઓએ આત્મહત્યા કરી હતી. વૃક્ષ પર ગળાફાંસો ખાઈ લટકી જવાથી બંનેનું મૃત્યુ થયું હતું એવું તબીબી પરીક્ષણમાં માલુમ પડ્યું છે. આ બંને આરોપીઓ ટેલીફોનમાં વાતચીત કરવાનું દબાણ કરતા હતા એટલે દબાણથી કંટાળીને આ છેવટનું પગલું લીધું હોય એવું લાગે છે.