(એજન્સી) જયપુર, તા.૧
પોલીસે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, રાજસ્થાનના કોટામાં એક ૧૩ વર્ષની બાળકી પર તેના ઘરમાં કથિત રીતે બળાત્કાર કરવા બદલ ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે બની હતી, પોલીસે જણાવ્યું હતું કે, બે આરોપીઓ પાડોશી મધ્ય પ્રદેશના શ્યોપુરના રહેવાસી છે. ભારતીય ન્યાય સંહિતા અને જાતીય અપરાધો વિરૂદ્ધ બાળકોના રક્ષણની કલમો હેઠળ ગુનો નોંધાયેલા આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે, એફઆઈઆરમાં એસસી/એસટી એક્ટની કલમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું,દલિત છોકરી તેના દાદી સાથે તેના ઘરમાં સૂતી હતી જ્યારે આરોપી ઘૂસ્યો. એક વ્યક્તિએ તેના પર બળાત્કાર કર્યો, અન્ય લોકોએ તેની મદદ કરી. પોલીસે જણાવ્યું કે, જ્યારે ઘટના બની ત્યારે બાળકીના માતા-પિતા અને ભાઈ ઘરે ન હતા.